ડ્રગ્સ પાર્ટી પ્રકરણ:તે ક્રુઝ પરથી કાશીફ ખાનને કેમ સેફ પેસેજ આપી દેવાયોઃ મલિક

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાનખેડેના આશીર્વાદથી કાશીફ ખાન ગોવામાં ડ્રગ્સ રેકેટ ચલાવતો હતો

2 ઓક્ટોબરે શાહરુખ ખાનના પુત્ર આર્યનને કોર્ડેલિયા ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી પ્રકરણમાં અટકમાં લેવાયો ત્યારથી ચાલતો વિવાદ હજુ શમવાનું નામ લેતો નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા અને અલ્પસંખ્યાક મંત્રી નવાબ મલિકે મંગળવારે ફરી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેને લક્ષ્ય બનાવ્યા છે. આ વખતે ક્રુઝ પર મોજૂદ રહેતા કાશીફ ખાનને લઈને વાનખેડે પર નિશાન સાધ્યું છે. કાશીફ ખાન અને વાનખેડેના શું સંબંધ છે. કાશીફના વિરોધમાં પુરાવા આપવા છતાં તેની ધરપકડ કેમ કરવામાં આવી નહોતી. આ પ્રકરણમાં વ્હાઈટ દુબઈ કોણ છે. તેની પણ ધરપકડ કેમ કરવામાં આવતી નથી, એવો પ્રશ્ન મલિકે કર્યો છે.

મલિકે મંગળવારે સવારે ડ્રગ્સ પ્રકરણે ટ્વીટ કરીને ખળભળાટ મચાવી દીધો. આ પછી પત્રકાર પરિષદ લઈને આ એનસીબી સામે પ્રશ્નો ઉઠાવ્યો. મને એક વ્હોટ્સએપ ચેટ મળ્યું છે. તે મુજબ વ્હાઈટ દુબઈ નામની એક વ્યક્તિ છે. તેની માહિતી આ ચેટ થકી આપવામાં આવે છે. કિરણ ગોસાવી ફોટો મોકલવા કહે છે. આ પછી કાશીફનો ફોટો મોકલવામાં આવે છે. ફોટોને આધારે ઓળખ કરીને આર્યન સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી તે જ રીતે કાશીફની ધરપકડ કેમ કરવામાં આવી નહીં. તેને સેફ પેસેજ શા માટે આપ્યો. તે ક્રુઝ પર બે દિવસ શું કરતો હતો એવો પ્રશ્ન મલિકે ઉઠાવ્યો છે.કાશીફ ગોવામાં છુપાઈને બેઠો છે.

વાનખેડે પાસે ગોવાનો પણ ચાર્જ હતો. ગોવામાં ડ્રગ્સ ટુરીઝમ ચાલે છે એ દુનિયાભરના લોકો જાણે છે. રશિયન માફિયા આ ડ્રગ્સનું રેકેટ ચલાવે છે. જોકે ગોવામાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહોતી, કારણ કે કાશીફ ગોવામાં આ રેકેટચલાવે છે. કાશીફ અને વાનખેડેના ઘનિષ્ઠ સંબંધ છે. આથી કાશીફ પર કાર્યવાહી થતી નથી. તમે કાશીફને પૂછપરછ માટે કેમ બોલાવતા નથી, વ્હાઈટ દુબઈની ધરપકડ કેમ નહીં કરી એવો પ્રશ્ન મલિકે ઉઠાવ્યો છે.

કાશીફ સામે દેશભરમાં ગુના
કાશીફ અને વાનખેડેના શું સંબંધ છે. કાશીફ પર દેશભરમાં ગુના દાખલ છે. ચાર દિવસ પૂર્વે તેની પર છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરાયો છે. તેને શા માટે બચાવવામાં આવી રહ્યો છે. એક કોર્ટે તેને ફરાર પણ ઘોષિત કર્યો છે, એમ પણ મલિકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...