તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Why Maharashtra Is Late In Welcoming Industries, States Like Gujarat, Uttar Pradesh, Karnataka Have Started

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન પરત:ઉદ્યોગોનું સ્વાગત કરવામાં મહારાષ્ટ્ર મોડું શા માટે કરે છે, ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક જેવાં રાજ્યોએ કરી શરૂઆત

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક જેવાં રાજ્યોએ શરૂઆત કરી દીધી છે

ચીન જેવા દેશમાંથી બહાર નીકળતા ઉદ્યોગો માટે રેડ કારપેટ પાથરવામાં મહારાષ્ટ્ર મોડુ શા માટે કરે છે. રાજ્યનું અર્થકારણ, નોકરીઓ જેવી અત્યંત મહત્ત્વની બાબતોને ફક્ત એક કમિટી સ્થાપીને સરકારી બાબુશાહીમાં વીંટાળીને શા માટે રાખો છો. તાત્કાલીક નિર્ણયો શા માટે લેતા નથી એવા સવાલ ભાજપ નેતા અને ભૂતપૂર્વ મંત્રી એડવોકેટ આશિષ શેલારે કર્યા હતા. કોરોનાના લીધે દુનિયાની ઔદ્યોગિક પરિસ્થિતિ બદલાઈ હોવાથી સંભવિત થનારા મોટા ફેરફારોને ધ્યાનમાં રાખીને ગુજરાત, ઉત્તરપ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોએ તરત ઉદ્યોગો માટે રેડ કારપેટ પાથરવાની શરૂઆત કરી કારણ કે લોકડાઉન અને કોરોનાનો અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો હોવાથી દરેક રાજ્યમાં એના લીધે મોટી સ્પર્ધા જ શરૂ થઈ છે. 

કેન્દ્ર સરકારે આ બદલતી પરિસ્થિતિ અનુસાર તાત્કાલીક ફેરફાર અને નવા ધોરણની તૈયારીઓ શરૂ કરતા જ ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટકે જૂના કાયદાઓમાં બદલવામાં ઝડપ કરી. અત્યારનું ઉદ્યોગ ધોરણ ટકે અને નવા ઉદ્યોગો આકર્ષિત થાય એવું નવું ધોરણ અને પોષક વાતાવરણ તૈયાર કરવાની શરૂઆત કરી.  વાસ્તવિકતામાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય તરીકે ઓળખાય છે. આવા સમયે મહારાષ્ટ્ર હંમેશા અગ્રેસર રહે છે. પણ હંમણાં મહારાષ્ટ્રએ આ બાબતમાં મોડું કર્યું છે. અન્ય રાજ્યોએ લાલ જાજમ બીછાવી દીધા પછી આપણે હંમણાં કમિટી સ્થાપી છે. અન્ય રાજ્યોની શરૂ થયેલી સ્પર્ધા જોતા એમાં થયેલો કોઈ પણ વિલંબ મહારાષ્ટ્રનું મોટુ નુકસાન કરશે. તેથી તાત્કાલીક અત્યંત મહત્ત્વની બાબત તરીકે રાજ્ય સરકારે આ વિષયમાં કામ કરવું જરૂરી છે. એના પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું ધ્યાન શેલારે ખેંચ્યું હતું.  રાજ્યમાં ઉપલબ્ધ સાધનો, કાયદા અને બેરોજગાર યુવકોની સંખ્યા તેમની પાસેનું કૌશલ્ય એ બધાનો ઊંડાણપૂર્વક વિચાર કરીને નવું ધોરણ જાહેર કરો તેમ જ મહારાષ્ટ્રની બાજુ વૈશ્વિક ઔદ્યોગિક મંચ પર રજૂ કરવા અસરકારક યંત્રણા ઊભી કરો એવી વિનંતી વિધાનસભ્ય આશિષ શેલારે મુખ્યમંત્રીને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો