મુસ્લિમ ધર્મીઓમાં વ્યક્તિની જાતિની નોંધ તેમના કાયદેસર દસ્તાવેજોમાં શા માટે નથી હોતી, આવી પ્રથા છે કે કેમ અને આ વિશે કાયદેસર ચિત્ર છેતેની અમે કાયદાની દ્રષ્ટિથી તપાસ કરીશું, એવો સંકેત મુંબઈ હાઈ કોર્ટના જસ્ટિસ સુનીલ શુક્રે અને જસ્ટિસ ગોવિંદા સાનપની ખંડપીઠે આપ્યો છે.
સાંગલી જિલ્લાની એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થિની ઝુવેરિયા શેખના મુસ્લિમ નાઈકવડી વિમુક્ત જાતિની જાત વૈધતા પ્રમાણપત્રના ન્યાયાલયીન પ્રકરણ નિમિત્તે ખંડપીઠે આ સંકેત આપ્યા છે. આ સંબંધમાં ઝુવેરિયાના વકીલ એડ. ધૈર્યશીલ સુતાર અને સરકારી વકીલ વિકાસ માળીએ વિવિધ ન્યાયાલયીન ચુકાદાઓને આધારે સુનાવણીમાં સહાય કરવાની વિનંતી ખંડપીઠને કરી છે.
મુસ્લિમ ધર્મમાં જાતિનો ઉલ્લેખ દસ્તાવેજિત કરવાની પ્રથમ નથી. ઝુવેરિયાના પૂર્વજ કિલ્લાઓના રક્ષક તરીકે નાઈકવડી તરીકે કાન કરતા હતા. આથી તેમનો વ્યવસાય તે હતો. મુસ્લિમોમાં જાતિનો ઉલ્લેખ દસ્તાવેજોમાં કરવાની પ્રથમ નહીં હોવાનું કોર્ટે પણ આ અગાઉના ચુકાદાઓમાં નોંધ કર્યું છે.
આ ધ્યાનમાં લઈને સમિતિએ જાતિ વૈધતા પ્રમાણપત્ર આપવાનું આવશ્યક છે, એવી દલીલ સુતારે કરી હતી. દસ્તાવેજમાં જાતિ નહીં લખવાની પ્રથા છે? આવી પરિસ્થિતિમાં કાયદેસર ચિત્ર શું છે તેનું સ્પષ્ટીકરણ થવું જરૂરી છે એવો મત રજૂ કરીને કાયદાની દ્રષ્ટિથી તપાસ કરવાનો સંકેત ખંડપીઠે આપ્યો છે.
ઝુવેરિયાએ 2018માં વિમુક્ત જાતિ પ્રવર્ગ જાતિના દાખલાને આધારે ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પદવીકા અભ્યાસક્રમ માટે પ્રવેશ કર્યો. આ પછી જાતિ વૈધતા પ્રમાણપત્ર મળે તે માટે કોલેજે જાતિનો દાખલો સાંગલીની જાતિ તપાસ સમિતિ પાસે મોકલ્યો. જોકે પૂર્વજોથી કોણ પણ દસ્તાવેજોમાં આ જાતિનો ઉલ્લેખ મળી આવ્યો નથી. આવું કારણ આપીને સમિતિએ ઝુવેરિયાનો દાવો ફગાવી દીધો હતો.
આથી તેણે એડ. સુતાર થકી રિટ અરજી દ્વારા સમિતિના નિર્ણયને પડકાર્યો છે. ફક્ત સંબંધીઓના અમુક દસ્તાવેજોમાં જાતિનો ઉલ્લેખ નથી તેથી સમિતિ મારો દાવો ફગાવી શકે નહીં. મુસ્લિમ ધર્મમાં જાતિ રચના નહીં હોઈ વિમુક્ત જાતિ એ પારંપરિક વ્યવસાયના આધારે હોય છે તે સમિતિએ ધ્યાનમાં લીધું નથી, એવું ઝુવેરિયાએ અરજીમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.