નિવેદન:કરોડોના ડ્રગ્સ બાબતે ગુજરાત સરકાર હજુ ચૂપ કેમઃ સચિન પાયલટ

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના લખીમપુર ખાતેની ઘટનાને આખા દેશે જોઈ છે. નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર કરનારી ભાજપ સરકારનો હું તીવ્ર વિરોધ કરું છું. સાંસદ પ્રિયંકા ગાંધીને રાજ્યની ભાજપ અને કેન્દ્રની ભાજપ સરકાર ડરી ગઈ છે, એમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલટે સોમવારે મુંબઈમાં જણાવ્યું હતું.

ગુજરાતમાં મુંદ્રા પોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ પકડાયું તે બાબતે ગુજરાત સરકાર હજુ ચૂપ કેમ છે. સરકારે આ બાબતમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. આ પ્રકરણ તે દબાવવા માગે છે. ખેડૂતોને વાહન નીચે કચડવાની ઘટના બની છે તેની ન્યાયાલયીન તપાસ કરીને દોષીઓ સામે તુરંત કાર્યવાહી કરવી જોઈએ, એવી માગણી પણ તેમણે આ સમયે કરી હતી. ભાજપ શાસિત રાજ્યોમાં ખેડૂતો પર હુમલો નિંદનીય છે.

હરિયાણાના મુખ્ય મંત્રી ખટ્ટરે પોતાના રાજ્યની જનતાને ઉદ્દેશીને જણાવ્યું હતું કે લાઠીઓ ઊંચકો અને ખેડૂતોને ફટકારો, તેમને પાઠ ભણાવો, જેલમાં જવું પડે તો પણ ડરશો નહીં એમ કહીને તેમણે ઉશ્કેરણી કરી હતી. આ સમયે રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે, મુંબઈ અધ્યક્ષ ભાઈ જગતાપ, કાર્યાધ્યક્ષ ચરણસિંહ સપ્રા, નસીન ખાન, ભૂષણ પાટીલ, ઝીશાન સિદ્દિકી વગેરે હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...