તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:શિવસેનાનો મુખ્યમંત્રી બનતાં વઝે ફરી સેવામાં કેમ જોડાયા ? મનસે

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ વઝે PM સ્થળ પર હાજર કેમ હતા? ,ભાજપ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક મળી આવેલી સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરનનું શંકાસ્પદ મૃત્યુ થવાથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. મનસુખના મૃત્યુ પર અનેક પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં વિરોધીઓ તરફથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સચિન વઝેનું નામ લેવામાં આવી રહ્યું છે. વિરોધીઓ તરફથી ઠાકરે સરકાર પર પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સરકારને સવાલ કર્યો હતો. સચિન વઝે પરથી મનસેએ શંકા ઉપસ્થિત કરી હતી. મનસેના નેતા સંદીપ દેશપાંડેએ ટ્વિટ કરીને સરકારને સવાલ કર્યા છે.

સચિન વઝેએ 2008માં શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. તેથી આ પ્રકરણનું રહસ્ય વધુ ગૂંચવાયું છે. બધા મહત્ત્વના કેસ તેને જ શા માટે સોંપવામાં આવે છે? તેમ જ શિવસેનાનો મુખ્યમંત્રી થયા બાદ સચિન વઝે ફરીથી સરકારી સેવામાં કેવી રીતે હાજર થાય છે? એવો સવાલ દેશપાંડેએ કર્યો હતો. બીજી તરફ ભાજપના નેતા આશિષ શેલારે પણ સચિન વઝેનું નામ લેતા પ્રશ્ન ઉપસ્થિત કર્યા હતા. સચિન વઝે થાણે પોલીસના ભાગ નથી. એ એટીએસનો પણ ભાગ નથી. હિરનના મૃત્યુ ફરતે શંકાની સોય ફરી રહી છે. આમ છતાં વઝે થાણેમાં પોસ્ટમોર્ટમના ઠેકાણે હાજર કેમ હતા? વઝેની હાજરીને લીધે શંકા વધુ દઢ થાય છે. કંઈક તો કાળું હોવાની શંકા વધી રહી છે.

તેથી આ પ્રકરણની તપાસએનઆઈએને સોંપવી એમ શેલારે જણાવ્યું હતું. લોકોના મનમાં શંકા છે : દરમિયાન શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે આ પ્રકરણે પ્રસારમાધ્યમો સાથે વાતચીત કરી હતી. સચિન વઝે 2008માં શિવસેનામાં જોડાયા હતા તેથી શંકા નિર્માણ થયાના પ્રશ્ન પર જવાબ આપતા રાઉતે જણાવ્યું કે મને એમ લાગતું નથી. આ બાબતે ઝાઝું બોલવું યોગ્ય નથી. કોઈ અધિકારીનું નામ લઈને આમ બોલવું મને યોગ્ય લાગતું નથી. જો ઉપસ્થિત કરવામાં આવેલા પ્રશ્નો યોગ્ય અને મુદ્દાવાર હોય અને તેમની પાસે કોઈ માહિતી હોય તો ચોક્કસ તપાસ થવી જોઈએ.

આત્મહત્યા કરી કે હત્યા છે એ બાબતે લોકોના મનમાં શંકા છે અને આ શંકા ઝટ દૂર થવી જરૂરી છે. એના મૃત્યુનો ઝાઝો દેકારો બોલાવવો ન જોઈએ કારણ કે એ નિર્દોષ વ્યક્તિ છે. એનો ભોગ કેમ લેવાયો અને એના માટે કોણ જવાબદાર છે એ બધી બાબતો વિશે સત્ય જેટલું જલદી ગૃહ ખાતું જાહેર કરે એટલું આ સરકારની પ્રતિષ્ઠા માટે અને છબી માટે યોગ્ય રહેશે એમ રાઉતે જણાવ્યું હતું.

મોત સામે અનેક સવાલો છે: ચંદ્રકાંત પાટીલ
મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે મુકેશ અંબાણીના ઘરની નજીકથી જે રીતે કાર મળી આવી તે જે રીતે તપાસ કરવામાં આવી નથી. હવે કારના માલિકનું પણ મોત નીપજ્યું છે, અને આ મોત અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. પરિવારના સભ્યો પણ ગંભીર આક્ષેપો કરે છે. એટલું જ નહીં, સચિન વઝે નામના પોલીસ અધિકારીનું નામ સીધું બહાર આવી રહ્યું છે. આ આખો મામલો એનઆઈએ દ્વારા જ તપાસ કરાવવા અમે ટૂંક સમયમાં કેન્દ્રિય ગૃહ પ્રધાનને લેખિત પત્ર અને પુરાવા આપીને માગ કરીશું.

ફડણવીસે આરોપ કર્યા
એન્ટિલિયા બહાર મળેલી કાર મામલે પહેલાં તપાસ અધિકારી રહેલા મુંબઈ ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટના હેડ સચિન વઝેએ કહ્યું હતું કે મનસુખે એક ફરિયાદમાં કહ્યું હતું કે અમુક અધિકારીઓ અને પત્રકારો તેને પરેશાન કરી રહ્યા છે. સચિન તે જ વ્યક્તિ છે જેના વિશે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં ગંભીર આરોપ લગાવ્યા હતા. ફડણવીસના જણાવ્યા પ્રમાણે, સચિન અને મનસુખ એકબીજાને ઓળખતા હતા. સચિને પણ માન્યું છે કે તે મનસુખથી પરિચિત હતા.

અન્ય સમાચારો પણ છે...