તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે (34) આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી હતી તે અંગે સીબીઆઈએ પાંચ મહિના પછી પણ તપાસનો અહેવાલ કેમ જાહેર કર્યો નથી એવો પ્રશ્ન રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ઉઠાવ્યો છે, જેને કારણે માંડ શાંત પડેલા આ પ્રકરણમાં ફરીથી સત્તાધારીઓ અને વિરોધીઓ વચ્ચે સંઘર્ષ થવાનાં એંધાણ છે.
સુશાંત પ્રકરણ આખા દેશમાં ગાજ્યું હતું. આ મુદ્દા પરથી અનેક રાજકીય વાદવિવાદ થયા હતા. સુશાંતની હત્યા થઈ હોવાના આરોપ થઈ રહ્યા હતા. આ વિવાદ બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ મુદ્દો બન્યો હતો. મુંબઈ પોલીસે બોલીવૂડનાં મોટાં માથાંઓ સહિત અનેકની પૂછપરછ કરી હતી, પરંતુ તે કોઈ પણ તારણ પર આવી શકી નહોતી. આને કારણે તે કોઈકને છાવરે છે એવા આરોપ થવા લાગ્યા હતા. ખાસ કરીને આ પ્રકરણમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનું પણ નામ ઉછાળવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસની ભારે બદનામી પછી આખરે સીબીઆઈને સોંપવામાં આવ્યું હતું.
સીબીઆઈએ પણ સુશાંત કેસમાં બોલીવૂડની હસ્તીઓ સહિત અનેકની પૂછપરછ કરી હતી. જોકે કોઈ તારણ કાઢ્યું નહોતું. આ મુદ્દો હવે અનિલ દેશમુખે ઉઠાવ્યો છે. તેમણે રવિવારે જણાવ્યું કે સુશાંત કેસમાં શું થયું એવું અનેક લોકો હજુ પણ મને પૂછી રહ્યા છે. સીબીઆઈએ તપાસ શરૂ કરીને પાંચ મહિના થઈ ગયા છે. જોકે સુશાંતે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ હતી તેનું કોકડું સીબીઆઈ હજુ ઉકેલી શકી નથી. આથી સીબીઆઈએ વહેલામાં વહેલી તકે તપાસનાં તારણો જાહેર કરવા જોઈએ, જેથી જનતાના મનમાંથી આ કેસને લઈને જાગેલી શંકાકુશંકાનો અંત આવે, એમ તેમણે માગણી કરતાં જણાવ્યું છે.
કેસ CBIને સોંપાયો હતો
14 જૂન, 2020ના રોજ સુશાંતે બાંદરા પાલી હિલ ખાતે માઉન્ટ બ્લાન્ક એપાર્ટમેન્ટના છઠ્ઠા-સાતમા માળે ભાડાના ડુપ્લેક્સમાં પંખા સાથે લટકીને ફાંસો ખાધો હતો. જોકે ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નહોતી. આથી તેણે આત્મહત્યા ચોક્કસ શા માટે કરી તે હજુ સુધી જાણી શકાયું નથી. બોલીવૂડમાં ઘરાણાશાહીથી કંટાળીને તેણે આત્મહત્યા કરી હોવાના આરોપ થયા હતા. બોલીવૂડમાં તેને અમુક લોકો દ્વારા નક્કી કરીને કામ અપાતું નહીં હોવાથી તે તણાવમાં હતો એવી પણ થિયરી વહેતી થઈ હતી. આ પછી બાંદરા પોલીસે કારણ શોધવા તપાસ શરૂ કરી હતી. સુશાંતને ઓળખતા, તેના સંપર્કમાં આવેલા, તેની ફિલ્મો સાથે સંકલાયેલા સહિત અનેકની પોલીસે પૂછપરછ કરી હતી. આમ છતાં કોઈ તારણ નહીં નીકળતાં કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.