તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણી મોકૂફ:સોસાયટીમાં ચાલે તો દિવ્યાંગોને ઘરે રસી કેમ ન આપી શકાયઃ કોર્ટ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્ર દ્વારા જવાબ નોંધાવવા સમય માગતાં 8 જૂન પર સુનાવણી મોકૂફ

મુંબઈ હાઈ કોર્ટે રાજ્ય સરકારને બુધવારે પૂછ્યું હતું કે, અનેક નિવાસી સોસાયટીઓમાં કોવિડ -19 રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે ત્યારે વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને પથારીમાંથી બહાર નહીં આવી શકતા લોકોને ઘરે કેમ રસી આપી શકાતી નથી.

એડવોકેટ ધ્રુવ કાપડિયા અને કુણાલ તિવારી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિત અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી, જેમાં 75 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગો, બેડ અને વ્હીલચેરમાંથી ઊભા નહીં થઈ શકે તેવા લોકો માટે ડોર-ટુ-ડોર રસીકરણ દાખલ કરવા માગણી કરાઈ હતી. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને દિશાનિર્દેશો આપવા અરજીમાં માગણી કરાઇ છે. અરજદારે કહ્યું હતું કે આવા લોકો ઘરમાંથી બહાર આવીને રસીકરણ કેન્દ્રોમાં જવાની સ્થિતિમાં નથી.

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે બુધવારે નોંધ્યું કે અનેક નિવાસી સોસાયટીઓ હવે ખાનગી હોસ્પિટલો સાથે જોડાણ કરી રહી છે અને સોસાયટીના પરિસરમાં રસીકરણ ડ્રાઇવ ચલાવી રહી છે.

મુખ્ય ન્યાયાધીશ દત્તાએ કહ્યું, “જો આ કરવામાં આવી રહ્યું છે તો તમે (સરકાર અને અન્ય અધિકારીઓ) એક પગલું આગળ વધીને આવા લોકો (જે રસીકરણ કેન્દ્રોમાં જઇ શકતા નથી)ના ઘરે જઈ શકો છો.’ કાપડિયાએ બુધવારે કોર્ટને જણાવ્યું હતું કે, કેન્દ્રની નીતિમાં કહેવામાં આવ્યું છે કે ડોર-ટુ-ડોર રસીકરણ શક્ય નથી, પરંતુ વસઇ- વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશને (પાડોશી જિલ્લામાં) તેના વિસ્તારમાં ઘરે જઈને રસી આપવાનું શરૂ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...