તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોપબાજી શરૂ:પોતાની ભાભી પર એસિડ ફેંકવા કોણે કહ્યું હતુઃ રાણે

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની યાત્રા સાથે ફરી આરોપબાજી શરૂ
  • 39 વર્ષ શિવસેનામાં હતો તેથી મારી પાસે બહુ મસાલો છે

બે દિવસ પૂર્વે ધરપકડ અને જામીનના હાઈ વોલ્ટેજ ડ્રામા પછી કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ ફરી એક વાર શિવસેના પર લક્ષ્ય સાધ્યું છે. કેન્દ્રીય મંત્રીની ધરપકડ કરીને શું પરાક્રમ કર્યું. એકાદ લૂંટારાની જેમ મારી ધરપકડ કરવામાં આવી. હું શિવસેના સાથે થોડું નહીં પણ 39 વર્ષ હતો. આથી મારી પાસે ઘણો મસાલો છે, એવું સૂચક વિધાન રાણેએ શુક્રવારે કર્યું. તેઓ જન આશીર્વાદ યાત્રા દરમિયાન રત્નાગિરિમાં બોલતા હતા.

શિવસેના સાથે 39 વર્ષ કામ કર્યું છે. આથી અનેક જૂનાં પ્રકરણની મને જાણ છે. રમેશ મોરેની હત્યા કઈ રીતે થઈ હતી. પોતાના જ ભાઈની પત્નીની, એટલે કે, ભાભી પર એસિડ ફેંકવા માટે કોણે કહ્યું હતું આ બધી વાતો મને ખબર છે. બધાં પ્રકરણ તબક્કાવાર બહાર કાઢીશું, એમ રાણેએ શિવસેનાને ઈશારો આપ્યો હતો. અનેક જૂનાં પ્રકરણો છે. દિશા સાલિયન, સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ પણ હજુ પૂરી થઈ નથી, એમ રાણેએ જણાવ્યું હતું.

મહાવિકાસ આઘાડી સરકાર આવીને લગભગ 2 વર્ષ પૂરાં થયાં છે. આ બે વર્ષમાં કોંકણને શું આપ્યું, એવો પ્રશ્ન રાણેએ ઉપસ્થિત કર્યો હતો. દાદાગીરી નહીં કરો, મારી વાસે આવતા નહીં એવો ગર્ભિત ઈશારો તેમણે આપ્યો હતો. અમને વિધાયક કામો કરવાં છે. અમે ઘરમાં બેસી રહેતા નથી. લોકોમાં ભળીને, તેમની સાથે સંવાદ સાધીને કામો કરીએ છીએ, એમ રાણેએ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેનું નામ નહીં લેતાં નિશાન સાધ્યું હતું.

શિવસેના કોંકણમાં નહીં દેખાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સારું કામ કરી રહ્યા છે. દેશનું નામ રોશન કરી રહ્યા છે. કોરોનાકાળમાં સામાન્ય જનતાને મદદનો હાથ આપવા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યાં. કોઈ ભૂખ્યા નહીં રહે તે માટે યોજનાઓ જાહેર કરી. હાલમાં મંચ પર ઉપસ્થિતોની ઓળખ માજી વિધાનસભ્ય, માજી નગરાધ્યક્ષ તરીકે કરી અપાઈ. આગામી ચૂંટણીમાં આ ચિત્ર બદલાશે. બધા માજી આજી થયેલા હશે. શિવસેનાનું કોંકણમાં નામનિશાન મટી જશે, એવો દાવો પણ તેમણે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...