સવાલ:કરણ જોહરની પાર્ટીમાં કયો મંત્રી ગયો હતોઃ મેયરનો શેલારને સવાલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો પુરાવા નહીં આપી શકો તો જનતાની માફી માગો

ભાજપના નેતા આશિષ શેલારે ફિલ્મ નિર્માતા કરણ જોહરના ઘરે આયોજિત ડિનર પાર્ટીમાં મહારાષ્ટ્રનો એક મંત્રી પણ ગયો હતો એવો આરોપ કર્યો હતો. તે કોણ છે તેનું નામ જાહેર કરો, તે સિદ્ધ કરો અન્યથા જનતાની માફી માગો, એવી માગણી મેયર કિશોરી પેડણેકરે સોમવારે કરી હતી.

આ પાર્ટી પછી અભિનેત્રી કરીના કપૂર સહિત કેટલીક હસ્તીઓને કોરોના લાગુ થયો છે.કરણ જોહરના ઘરે આયોજિત પાર્ટીમાં મહારાષ્ટ્ર સરકારનો કયો મંત્રી હાજર હતો તે મારે પણ જાણવું છે. સીમા ખાન અને કરીના કપૂર જેવી હસ્તીઓ પાર્ટીમાં હાજર લોકો વિશે જે કાંઈ કહેવામાં આવી રહ્યું છે તેમાં ફરક છે. અમુક નામ છુપાવવાનો આ પ્રયાસ છે કે કેમ એવો પ્રશ્ન શેલારે કર્યો હતો. તેની પર પેડણેકર આક્રમક બન્યાં છે.

ખોટું બોલો અને ભાર આપીને બોલો એવું જ તમને શીખવવામાં આવ્યું છે? તમને સત્તા જોઈએ જ છે. મારી પર આડેધડ આરોપ કર્યા. તેને હું જોઈ લઈશ. તમારા પત્રવ્યવહારથી હું ઝૂકવાની નથી. તમે જે મંત્રી વિશે દાવો કર્યો છે તેનો પુરાવો આપો.

તે પાર્ટીમાં કોણ હતું તે દણાવવું પડશે. દર વખતે જનતાને ફસાવવાની સોપારી આપી છે? કોરોનાનાં વિવિધ સંકટનો સામનો કરતી વખતે સામાન્ય નાગરિકોથી હાઈ સોસાયટીના લોકો સુધી કોઈ બાધિત નહીં થાય તે માટે વડા પ્રધાન મોદી કાયમ બધાં રાજ્યોને સતર્ક કરે છે. તો પછી દરેકને અલગ ન્યાય શા માટે. મારો શેલારને સવાલ છે કે તેમણે તે પાર્ટીમાં કોણ હતું તે સિદ્ધ કરે. તમે બેછૂટ આરોપ કરીને લોકોને ફસાવો છે એ તમારી પદ્ધતિ લોકોને સમજાઈ ગઈ છે, એમ પણ મેયરે જણાવ્યું હતું.

તમારો જીવ મહાપાલિકામાં કેમ છે?
આશિષ શેલાર, તમે વિધાનસભ્ય બન્યા પણ તમારો જીવ મહાપાલિકામાં છે. તે શા માટે? આથી તમે કરેલા આરોપ સિદ્ધ કરો. કાયદાના અધિકારનું આવું અપમાન નહીં કરો. તમારી પાસે પુરાવા હોય તો બતાવો તો લોકોને પણ સમજાશે. પાર્ટીમાં કોણ હતું તેનો પુરાવા સાથે ખુલાસો કરો. અન્યથા માફી માગો, એમ તેમણે માગણી કરી હતી.

ગોટાળાના આરોપ
તમે ગોટાળાના આરોપ કરો છો પરંતુ આજે પણ તમારા નગરસેવક સ્થાયી સમિતિની બેઠકમાં હોય ત્યારે શું કરે છે? તમારા નગરસેવકો શું અકાર્યક્ષમ છે? આ પદ્ધતિ હવે બંધ કરો. અનેક નગરસેવકો તમારી આ પદ્ધતિથી કંટાળી ગયા છે. તમે વિધાનસભ્ય છો છતાં આટલા બેજવાબદારીથી કઈ રીતે બોલી શકો છો. આઘ લાગી જ નથી ત્યાં ધુમાડો કઈ રીતે કાઢવો તે ભાજપ પાસેથી શીખવા જેવું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...