તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોલીવુડ અને ડ્રગ કનેક્શન પ્રકરણે એનસીબીએ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં કલાકારો અને તેમની સાથે સંબંધિત અનેક જણની પૂછપરછ કરી છે. નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરના ઘરની પાર્ટીના વીડિયો પરથી એનસીબી તપાસ કરી રહી છે. આ વીડિયો બે વર્ષ પહેલાંનો છે. એ સમયે ફડણવીસ સરકાર હતી તો પૂછપરછ શા માટે ન કરી? કેટલાકના ઘરમાં દવાઓ મળી એટલે પૂછપરછ કરી.
બોલીવુડને દહેશતમાં રાખવા માટે આ બધું થઈ રહ્યું છે. પોતે ડ્રગનું સેવન કરનાર અને બીજાને જબરદસ્તીથી ડ્રગનું સેવન કરવા ફરજ પાડનાર કંગના રણૌતને આજ સુધી એનસીબીએ પૂછપરછ માટે બોલાવી નથી. હવે એ ફરીથી મુંબઈ આવી છે. તેથી કંગનાને પૂછપરછ માટે કયારે બોલાવશે એ એનસીબીએ જણાવવું એવી માગણી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને પ્રવક્તા સચિન સાવંતે કરી હતી. એનસીબીએ કંગનાની પૂછપરછ કરવી એવી માગણી સાવંતે આ પહેલાં પણ અનેક વખત કરી છે.
કંગના પોતે ડ્રગ્ઝ લેતી હોવાની કબૂલાત કરતો એક વીડિયો અનેક મહિનાઓથી વાઈરલ થયો છે. એના એક મિત્ર અધ્યયન સુમને પણ કંગના ડ્રાગ્ઝ લેવા ફરજ પાડતી હતી એમ જણાવતો વીડિયો પણ વાઈરલ થયો છે. બોલીવુડમાં ડ્રગ સંદર્ભે પોતાની પાસે માહિતી છે જે મારે આપવી છે એમ પણ કંગનાએ જાહેરમાં જણાવ્યું હતું. આમ છતાં એનસીબી એના પર ગંભીરતાથી શા માટે જોતી નથી અને એને પૂછપરછ માટે શા માટે બોલાવતી નથી? કંગનાને મોદી સરકારે આપેલી વાય દરજ્જાની સિક્યોરિટીની સુરક્ષા આજે પણ છે.
આ સુરક્ષાનો ખર્ચ જનતાના રૂપિયામાંથી થાય છે જે વેડફાઈ રહ્યા છે એમ સાવંતે જણાવ્યું હતું. કંગનાને ટેકો આપનાર ભાજપના લોકો પણ આ વિષય પર ચૂપ છે. રામ કદમે કંગનાની સરખામણી ઝાંસીની રાણી સાથે કરી હતી. ડ્રગ સંદર્ભે કંગના પાસેની માહિતી જાહેર થશે તો અનેક રહસ્ય ખુલ્લા થશે. તેથી મહાવિકાસ આઘાડી સરકાર એ માહિતી જાહેર થવા દેતી નથી એવો આરોપ રામ કદમે કર્યો હતો. આટલી મહત્ત્વની માહિતી છુપાવવી એ પણ ગુનો જ છે. તેથી રામ કદમે કંગનાને એની પાસેની માહિતી એનસીબીને આપવા જણાવવું એમ સાવંતે ઉમેર્યું હતું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.