આરોપ:મંત્રાલય બંધ હતું ત્યારે પવારના શાગિર્દ 15 હજાર કરોડ લૂંટતા હતા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિરીટ સોમૈયાનો ફરીથી ગ્રામ વિકાસ મંત્રી હસન મુશરીફ પર આરોપ

ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ ફરી એક વાર ગ્રામ વિકાસ મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા હસન મુશરીફ પર ગંભીર આરોપ કર્યા છે. કોરોનાકાળમાં ઠાકરે સરકાર દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર ચાલુ જ હતો. સામાન્ય જનતા લોકડાઉનના આંચકા સહન કરતી હતી ત્યારે હસન મુશરીફ જનતાને લૂંટતા હતા. મંત્રાલય 100 ટકા બંધ હતું ત્યારે શરદ પવારના શાગિર્દ રૂ. 15,000 કરોડ લૂંટતા હતા. ગોટાળો સિદ્ધ થયો હોઈ મુશરીફે રાજીનામું આપવી જીએ, એવી માગણી સોમૈયાએ કરી છે.આટલું જ નહીં, મુશરીફના જમાઈને આપેલા રૂ. 1500 કરોડના કોન્ટ્રાક્ટ આખરે રદ કરવામાંમ આવ્યા છે.

27,000 ગ્રામ પંચાયતોના ટીડીએસ રિટર્ન ભરવા માટે આગામી 10 વર્ષ માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. આઠ મહિના પૂર્વે મુશરીફના જમાઈ મતીને આ કંપની વેચાતી લીધી હતી. જયોસ્તુતે કંપનીની છેલ્લાં 8 વર્ષમાં એક રૂપિયાની પણ આવકજાવક નથી. તેનું ફોલો-અપ કર્યા પછી હવે ઠાકરે સરકારે કોન્ટ્રાક્ટ રદ કર્યા છે. આ બાબતની ફરિયાદ કરવા જતી વખતે મને અટકાવવામાં આવ્યો હતો. ઠાકરે સરકાર ભ્રષ્ટ છે તે ફરી એક વાર સિદ્ધ થયું છે, એવો આરોપ સોમૈયાએ કર્યો હતો.

અનિલ પરબ પર ફરીથી નિશાન : મુશરીફ સાથે શિવસેનાના નેતા અને પરિવહન મંત્રી અનિલ પરબ પર પણ સોમૈયાએ નિશાન સાધ્યું છે. પરબને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સામે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. અનધિકૃત રિસોર્ટની માલિકી ચોક્કસ કોની છે. પરબને હવે કોર્ટમાં ઉત્તર આપવો પડશે.

સંજય રાઉતને પણ પડકાર
સંજય રાઉતે પિંપરી- ચિંચવડ મહાપાલિકામાં કથિત ગોટાળા પ્રકરણે લખેલા પત્રનો સોમૈયાએ ઉત્તર આપ્યો છે. તપાસના અધિકાર તમારી પાસે છે. મુખ્ય મંત્રી તપાસ કરાવી શકતા નથી? ક્યાં ગોટાળા થયા છે તેની તપાસ કરો, કાર્યવાહી કરો, તમને કોણ અટકાવે છે, ઈઓડબ્લ્યુનો આ મુદ્દો છો તો તેમને તપાસ કરવા દો એવો પડકાર તેમણે ફેંક્યો હતો. તમારા ગૃહમંત્રી ફરાર છે તેનું શું.

અન્ય સમાચારો પણ છે...