તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • When Does The Local Train Travel For All? The Decision Will Be Made At A Meeting On December 11 12, With The New Case Likely To Be Allowed To Travel After Being Reduced Again

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસ માટેની શક્યતા:લોકલ ટ્રેનમાં બધા માટે પ્રવાસ ક્યારે? 11-12 ડિસેમ્બરની બેઠકમાં નક્કી થશે, નવા કેસમાં ફરીથી ઘટાડો થયા બાદ પ્રવાસ કરવા દેવાય એવી શક્યતા

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુંબઈગરા અને મુંબઈની આસપાસનાં શહેરના બધા નોકરિયાતો મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાં બધાને પ્રવાસ કરવાની છૂટ ક્યારે અપાશે તેની કાગડોળે વાટ જોઈ રહ્યા છે. દિવાળી પછી તુરંત બધા માટે પ્રવાસની છૂટ મળવાની હતી, પરંતુ કોરોનાના અંકુશમાં આવેલા નવા કેસમાં દિવાળીથી ફરીથી અચાનક વધારો થવાનો લીધે બધાને ટ્રેનમાં પ્રવાસ કરવા દેવાનો નિર્ણય મોકૂફ રહ્યો છે, પરંતુ હવે નવા કેસ ફરી અંકુશમાં આવ્યા હોવાથી ટૂંક સમયમાં જ બધાને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ મળે એવી હિલચાલ સરકાર અને રેલવે પ્રશાસન દ્વારા શરૂ થઈ છે.

આગામી અઠવાડિયામાં આ સંબંધમાં મહત્ત્વપૂર્ણ બેઠક પાર પડશે. તેમાં બધાને પ્રવાસની તારીખ નક્કી થઈ શકે છે.જેમાં રાજ્ય, મહાપાલિકા, રેલવેના અધિકારીઓ હાજરી આપશે. આ બેઠકમાં 15 ડિસેમ્બર પછી બધાને માટે લોકલ ટ્રેન પ્રવાસની છૂટ મળે એવી શક્યતા છે. આગામી અઠવાડિયા 11-12 ડિસેમ્બરના રોજ એક બેઠક યોજવામાં આવી છે. તેમાં કોરોનાની સ્થિતિનો કયાસ કાઢીને લોકલ પ્રવાસ બાબતે નિર્ણય લેવામાં આવશે, એમ મહાપાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે પણ 15 ડિસેમ્બરે જો મુંબઈની કોરોનાની સ્થિતિ વધુ બગડેલી નહીં હોય, આંકડા હકારાત્મક હોય તો 15 ડિસેમ્બર પછી બધાને લોકલમાં પ્રવાસ કરવા દેવાની છૂટ આપવાનું શક્ય છે. જોકે લોકલ શરૂ થયા પછી માસ્ક વાપરવાનુ બંધનકારક રહેશે. રજા નિમિત્તે બહારગામ ગયેલા મુંબઈગરા હવે પાછા આવવા લાગ્યા છે. રાજ્યના પ્રવેશ નાકાઓ, એરપોર્ટ ખાતે કોરોની તપાસ કરવામાં આવી રહી છે.

ટ્રેન શરૂ કરવા પરથી રાજકારણ
અગાઉ રાજ્ય સરકારે રેલવેને ટ્રેનસેવા બધા માટે શરૂ કરવા પત્ર લખ્યો હતો, પરંતુ કેન્દ્રીય રેલ મંત્રાલય તરફથી તેનો કોઈ પ્રત્યુત્તર નહીં મળતાં મહાવિકાસ આઘાડીના મંત્રીઓ રેલ મંત્રાલય જાણીબૂજીને વિલંબ કરી રહ્યું છે એવો આરોપ કર્યો હતો. જોકે તે પછી દિવાળી શરૂ થતાં અને કેસ વધવાનું શરૂ થતાં મહારાષ્ટ્ર સરકારે જ હાલમાં બધાને ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો. હાલમાં ટ્રેનમાં જીવનજરૂરી સેવાઓ આપતાં પુરુષો માટે અને બધી મહિલાઓ માટે પ્રવાસ કરવાની છૂટ છે. જીવનજરૂરી સેવાઓ સિવાયની મહિલાઓને અમુક નિર્ધારિત સમયમાં જ પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે. ઉપરાંત તેઓ નાના બાળકો સાથે પ્રવેશ નહીં કરી શકે એવો રેલવેએ આદેશ જારી કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો