તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટિકલ:મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પ્રથમ સ્થાને આવે તો ખોટું શું છે?

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપને બહાર રાખવા જ આ સરકાર સ્થપાઈ : પૃથ્વીરાજ

રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકારને દોઢ વર્ષ પૂરું થયું છે ત્યારે સ્વબળનો નારો આપવામાં આવતો હોવાથી અત્યારે રાજકીય વાતાવરણ ગરમ છે. એક તરફ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ સ્વબળનો નારો આપ્યો છે. બીજી તરફ શિવસેનાએ રાષ્ટ્રવાદી સાથે યુતિ કરવી પડશે એવું સૂચક વક્તવ્ય કર્યું છે. આ તમામ ઘટનાઓમાં હવે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ આગામી ચૂંટણી કોંગ્રેસે સ્વબળે લડવી જોઈએ એવો મત વ્યક્ત કર્યો છે.

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર હવે જોખમમાં છે કે? એમ પૂછવામાં આવતા તેમણે નકાર આપ્યો હતો. જરાય નહી. ભાજપને બહાર રાખવાની દષ્ટિથી જ આ સરકાર સ્થાપવામાં આવી હતી. તેમણે રાજ્યમાં બધે ગરબડ કરી હતી. અમારો ઉદ્દેશ હજી પણ એ જ છે. કોંગ્રેસ કેટલાક જિલ્લાઓમાં મજબૂત નથી. તેથી પોતાના કાર્યકર્તાઓનું મનોબળ વધારવાનો પ્રયત્ન કરે છે એમ ચવ્હાણે સ્પષ્ટ કર્યું હતું. આગામી મુખ્યમંત્રી કોંગ્રેસનો હોવો જોઈએ એમ તમે જણાવ્યું છે એવા સવાલના જવાબમાં ચવ્હાણે જણાવ્યું કે કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ચોથા ક્રમે છે. જો કોંગ્રેસની ઈચ્છા પ્રથમ ક્રમે આવવાની હોય તો ખોટું શું છે? જો અમારા વિધાનસભ્યોની સંખ્યા વધુ હોય તો અમારો મુખ્યમંત્રી થશે. અત્યાર સુધી આમ જ થતું રહ્યું છે.

શિવસેના ચાલશે પણ ભાજપ જરાય નહીં : શિવસેના સાથે વૈચારિક મતભેદ વિશે ચવ્હાણે જણાવ્યું કે તમે આ મુદ્દા પર ઈચ્છા પ્રમાણે જોઈ શકો છો. પણ આ સરકાર એક ખાસ ધ્યેય સાથે તૈયાર કરવામાં આવી છે. અમે શિવસેનાની વિચારસરણી સહન કરી શકીયે છીએ પણ ભાજપને જરાય સહન કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...