ભાસ્કર વિશેષ:પશ્ચિમ રેલવેની એપ્રિલથી ડિસે.સુધી 10 હજાર કરોડની કમાણી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કપરા કાળમાં પણ ગત વર્ષની તુલનામાં 35 ટકાની વૃદ્ધિ

પશ્ચિમ રેલવેએ જનરલ મેનેજર આલોક કંસલની આગેવાનીમાં 14મી ડિસેમ્બર, 2021ના રોજ રૂ. 10,000 કરોડની મહેસૂલ નોંધાવીને મોટો પડાવ પાર કર્યો છે. 1લી એપ્રિલથી 14મી ડિસેમ્બર, 2021 વચ્ચે રૂ. 10,004 કરોડની મહેસૂલ નોંધાવી છે, જે આ જ સમયગાળામાં ગત વર્ષની તુલનામાં 35 ટકાનો વધારો દર્શાવે છે. ગયા વર્ષે 320 દિવસની તુલનામાં આ વર્ષે 257 દિવસમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે.વિવિધ ક્ષેત્રોમાં નીતિઓમાં વ્યાપક ફેરફાર, આક્રમક માર્કેટિંગના પ્રયાસના ભાગરૂપ મહેસૂલની સક્ષમ વૃદ્ધિ થઈ છે.

કથિત સમયગાળામાં 562 પાર્સલ વિશેષ ટ્રેનો થકી 2 લાખ ટનથી વધુ કોમોડિટીઝનું પરિવહન કર્યું હતું, જેમાં કૃષિ પેદાશો, દવાઓ, તબીબી ઉપકરણો, માછલી, દૂધ વગેરનો સમાવેશ થતો હતો. આ થકી આશરે રૂ. 78.29 કરોડની મહેસૂલ કમાણી કરી છે.129 મિલ્ક સ્પેશિયલ્સ થકી 90 હજાર ટનથી વધુ લદાન કર્યું હતું અને વેગનનો 100 ટકા ઉપયોગ કર્યો હતો.

145 કોવિડ સ્પેશિયલ પાર્સલ ટ્રેન થકી આશરે 28,700 ટન મહત્ત્વપૂર્ણ જરૂરી કોમોડિટીઝનું પરિવહન કર્યું હતું. ખેડૂતોને તેમની પેદાશો માટે નવી બજારો શોધી આપવા 130 કિસાન રેલ થકી 35,000 ટન માલોનું પરિવહન કરાયું હતું, એમ મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું.

ગૂડ્સ ટ્રેનની મહત્ત્વપૂર્ણ કામગીરી
કથિત સમયગાળા દરમિયાન ગૂડ્સ ટ્રેનની 26,987 રેક થકી 60.04 મિલિયનટન જરૂરી કોમેડિટીઓનું પરિવહન કરવામાં આવ્યું હતું, જે ગયા વર્ષે આ જ સમયગાળામાં 54.10 મિલિયન ટન કરાયું હતું. 57,734 ફ્રેઈટ ટ્રેનો અન્ય ઝોનલ રેલવે સાથે આંતરબદલી કરા હતી, જેમાંથી 28,885 ટ્રેનો હસ્તક અપાઈ જ્યારે 28,849 ટ્રેન અલગ અલગ આંતરબદલી સ્થળે હસ્તક લેવાઈ હતી, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...