નિયોજન:પશ્ચિમ રેલવે દ્વારા 15 ડબ્બાની લોકલ ફેરીઓમાં વધારો કરાશે

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં ચાલતી 12 ડબ્બાની લોકલમાં વધુ 3 ડબ્બા જોડવામાં આવશે

પશ્ચિમ રેલવેમાં 15 ડબ્બાઓની લોકલ ફેરીઓમાં વધારો કરવાનું નિયોજન ચાલુ છે. 12 ડબ્બાની લોકલમા વધુ 3 ડબ્બા જોડીને એનું રૂપાંતર 15 ડબ્બાની લોકલમાં કરવામાં આવશે. એ પછી 27 ફેરીઓ વધારવાનો વિચાર રેલવે પ્રશાસન સ્તરે ચાલુ હોવાનું પશ્ચિમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

ચર્ચગેટથી વિરાર, દહાણુ સુધી 15 ડબ્બાની ફાસ્ટ લોકલ ચલાવવામાં આવે છે. જોકે પશ્ચિમ રેલવેના અંધેરી, બોરીવલી, ભાઈંદર, મીરા રોડ, વિરાર જેવા સ્ટેશનમાં દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. પરિણામે સવારે અને સાંજે થતી ગિરદીના કારણે પ્રવાસ જીવલેણ થઈ રહ્યો છે. આ બાબત ધ્યાનમાં લેતા થોડા મહિના પહેલાં અંધેરીથી વિરાર સ્લો ટ્રેક પર 15 ડબ્બાની લોકલ ચલાવવા પ્લેટફોર્મની લંબાઈ વધારવામાં આવી અને એ પછી આ પ્રકલ્પ એપ્રિલ 2021માં પૂરો કરવામાં આવ્યો.

પ્રકલ્પ પૂરો થતા જ સ્લો ટ્રેક પર પણ 15 ડબ્બાની લોકલ ચલાવવામાં આવી. એને પ્રવાસીઓનો સરસ પ્રતિસાદ મળ્યો અને ગિરદીમાંથી છૂટકારો મળ્યો. અત્યારે 15 ડબ્બાની દરરોજ સ્લો અને ફાસ્ટ ટ્રેક પર મળીને કુલ 79 ફેરી થાય છે. એમાં હજી વધારો કરવાનું નિયોજન કરવામાં આવી રહ્યું છે. ફેરીઓમાં વધારો કરવા . 12 ડબ્બાની લોકલમા વધુ 3 ડબ્બા જોડીને એનું રૂપાંતર 15 ડબ્બાની લોકલમાં કરવામાં આવશે. તેથી 27 ફેરીઓનો ઉમેરો થશે. સ્લો અને ફાસ્ટ ટ્રેક પર આ ફેરીઓ થશે. એ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. ઉપરાંત 12 ડબ્બાની લોકલની 8 ફેરી શરૂ કરવામાં આવશે.

એસી લોકલને ઓછો પ્રતિસાદ
પશ્ચિમ રેલવેમાં એસી લોકલને ઘણો ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં 15 હજાર 706 ટિકિટ અને 6 હજાર પાસનું વેચાણ થયું હતું. આ લોકલની ફેરીઓમાં હાલ તો વધારો કરવાનો વિચાર નથી એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...