દંડ વસૂલી:પશ્ચિમ રેલવેએ ખુદાબક્ષો પાસેથી માર્ચમાં 19.35 કરોડ વસૂલ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષમાં એક મહિનાની વિક્રમી દંડ વસૂલી

પશ્ચિમ રેલવેએ ખુદાબક્ષો અને અનિયમિત પ્રવાસ કરનાર વિરુદ્ધ કાર્યવાહીને વધુ મજબૂત બનાવી છે. આના જ ભાગરૂપે માર્ચમાં ખુદાબક્ષો અને અન્ય અનિયમિત પ્રવાસ કરનારા પાસેથી રૂ. 19.35 કરોડનો દંડ વસૂલ કર્યો છે. ખાસ કરીને છેલ્લાં પાંચ વર્ષમાં એક મહિનામાં વસૂલ કરાયેલો આ વિક્રમી દંડ છે. ટિકિટ વિના પ્રવાસ અને લગેજ ટિકિટ લીધા વિના પ્રવાસના 2.96 લાખ કિસ્સા આ મહિનામાં પકડી પાડવામાં આવ્યા હતા.

મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધી આશરે 18.87 લાખ કેસ પકડાયા હતા, જેમાં રૂ. 113.57 કરોડ વસૂલ કરવામાં આવ્યા છે. આમાં આરક્ષિત ટિકિટ ટ્રાન્સફર કરવાના 9 કેસમાં રૂ. 13,000નો દંડ વસૂલ કરાયો હતો. 784 ભિખારી અને 860 અનધિકૃત ફેરિયાને પકડી પડાયા હતા, જેમાંથી 282 પાસેથી રેલવેનાં લેણાં તરીકે રૂ. 1,16,620 વસૂલ કરાયા હતા.

576 જણ સામે કાયદેસર કાર્યવાહી કરીને રૂ. 1,65,850નો દંડ વસૂલ કરાયો હતો. ટાઉટ અને અન્ય અસામાજિક તત્ત્વો વિરુદ્ધ 339 તપાસ કરીને 2033 જણની ધરપકડ કરીને રૂ. 2.19 લાખ વસૂલ કરાયા હતા, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...