નિવેદન:NCBને ડ્રગ્સ પાર્ટીની માહિતી આપવા ગયો હતોઃભાનુશાલી

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કામને લીધે હવે મારા જાનને જોખમ ઊભું થયું છે

રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા નવાબ મલિકે ગંભીર આરોપ કરેલા ભાજપના કાર્યકર્તા મનીષ ભાનુશાલીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે હું ડ્રગ્સ પાર્ટીની માહિતી આપવા માટે ત્યાં ગયો હતો. આ કામને લીધે હવે મારા જાનને જોખમ ઊભું થયું છે. ભાનુશાલીએ જણાવ્યું કે હું ભાજપનો એક કાર્યકર્તા છું. મુંબઈમાં ડ્રગ્સ પાર્ટી થવાની છે એવી માહિતી મને મળી હતી. આ માહિતી એનસીબીના અધિકારીને શેર કરી હતી. આપણા યુવાનોને આ નરકમાં ધકેલવામાં આવી રહ્યા છે તેને રોકવા માટે મેં આ પગલું લીધું હતું.

જોકે હવે આ કામને લીધે ડ્રગ્સ તસ્કરોથીમારા જ જાન માટે જોખમ ઊભું થયું છે, કારણ કે મેં એનસીબીને તેમના કાવતરાની માહિતી આપીને તેનો ભંડાફોડ કર્યો છે.અમારી માહિતીને આધારે એનસીબીના અધિકારીઓએ બહુ સારું કામ કર્યું છે. આ સાથે તેમની પાસે બેત્રણ ઈનપુટ્સ પણ આવ્યા હતા, જેને આધારે તેમણે આ કાર્યવાહી કરી છે. આથીજે આરોપી છે તેબધા પકડાયા છે. ૨ ઓક્ટોબરે રજાના દિવસે હું એનસીબીના કાર્યાલયમાં ગયો હતો અને તેમને માહિતી આપી હતી.

આ સમયે તેમણે આ અંગે અમને સંપૂર્ણ માહિતી આપો એમ કહીને હું તેમની જોડે ગયો હતો. ૨૦૧૦માં મનીષ ભાનુશાલી ભાજપ તરફથી ચૂંટણી લડ્યો હતો. હાલમાં માર પાસે પક્ષનું કોઈ પણ પદ નથી. આથી હું સામાન્ય કાર્યકર્તા છું.

મનીષ ભાનુશાલી વિશે દરેકર શું કહે છે?
ભાજપના નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે મનીષ ભાનુશાલી વિશે મને જાણકારી નથી. એનસીબી કાર્યાલય તે અંગે ખુલાસો કરશે. કોઈને રક્ષણ આપવાનું કોઈ કારણ નથી. હું મનીષને ક્યારેય મળ્યો હોય તેવું યાદ નથી. નવાબ મલિકના જમાઈ પર થયેલી કાર્યવાહી હજુ તેઓ પચાવી શક્યા હોય તેમ જણાતું નથી. તેમના પેટમાં દુખે છે એ આ પરથી દેખાય છે, એમ દરેકરે જણાવ્યું હતું. સીબીઆઈ, ઈડી કાર્યવાહી કરે એટલો તેમની વિરુદ્ધ બોલવાનું અને હવે એનસીબીએ કાર્યવાહી કરી ત્યારે તેવું જ ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...