મુંબઈ પોલીસ ટ્વિટર પર તેના ઝડપી અને આકર્ષક પ્રતિસાદ માટે જાણીતી છે. એક કિસ્સામાં મુંબઈ ટ્રાફિક પોલીસે ટ્વીટ કરીને એક યુઝરને જવાબ આપ્યો હતો કે, મુંબઈ ટ્રાફિક પોલીસને પડકારશો નહીં, ટ્રાફિકના નિયમો તોડવામાં બિલકુલ શાણપણ નથી અને જો તમે નિયમભંગ કરશો તો ખાતરી રાખજો કે ટ્રાફિક પોલીસ તમારી સામે તેટલી જ ઝડપથી કાર્યવાહી કરવા તૈયાર છે, એવો સૂચક સંદેશ મહાનગરમાં મુસાફરોને સોશિયલ મિડિયાના માધ્યમથી એક ઘટનાના સંદર્ભમાં પોલીસે મોકલ્યો છે.
એક ટ્વિટર યુઝરે રોંગ સાઈડ ટુ-વ્હીલર પર સવાર વ્યક્તિનો ફોટો સાથે ફરિયાદ કરી ત્યારે મુંબઈ પોલીસે પોસ્ટની તુરંત નોંધ લીધી જવાબ આપ્યો, જો તેણે (નિયમભંગ કરનાર) અમને બોલાવ્યા છે, તો અમારે મળવું પડશે. તેને અમારું ચલાન તેને ટૂંક સમયમાં મળી જશે. ટ્વિટ મુજબ, બાળક સાથે સ્કૂટર પર બેઠેલી વ્યક્તિ બેઠેલી દેખાય છે. તેના વાહનનું મુખ રોંગ સાઈડમાં છે.
તેણે હેલ્મેટ પણ પહેર્યું નહોતું. તેને અન્ય વાહનો માટે રસ્તો આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તે વ્યક્તિએ તેમને મજાકમાં કહ્યું, “બુલાઓ પોલીસ કો (પોલીસને બોલાવો)”.દરમિયાન આ વ્યક્તિને જ્યારે જાણ થઈ ત્યારે તેણે કહ્યું કે હું તો ફક્ત બાળક સાથે સેલ્ફી લેતો હતો. શું બાળક સાથે સ્કૂટર પર બેસીને સેલ્ફી લેવામાં કોઈ ગુનો છે. કોઈક મારી વિરુદ્ધ વ્યક્તિએ મને હેરાન કરવા ફોટો ટ્વીટ કર્યો છે?
મુંબઇ ટ્રાફિક પોલીસના આ ટ્વીટ પછી સોશિયલ મિડિયા પર ટ્રાફિકને લગતા અનેક સવાલો લોકોએ ઉપસ્થિત કર્યા હતા. એક યુઝરે લખ્યું કે, કાયદાની આવી મજાક, આજકાલ કોઈ પણ મુંબઈ પોલીસ, મુંબઈ ટ્રાફિક પોલીસથી ડરતું નથી કે તેનું સન્માન કરતા નથી.
યુઝર્સે ટ્રાફિકની સમસ્યાઓ જણાવી
જોકે એક યુઝરે લોકો રસ્તા પર વાહનો પાર્ક કરવાના મુદ્દા પર ધ્યાન દોર્યું હતું. જયારે અન્ય એક યુઝરે લખ્યું કે, શું તમે કૃપા કરીને વડાલા બ્રિજથી એન્ટોપ હિલ ચર્ચ સુધીના શેખ મિસ્ત્રી દરગાહ રોડ પર એક નજર કરી શકો? લોકોએ રોડને માર્કેટ સાથે ફ્રી પાર્કિંગ એરિયા બનાવી દીધો છે,” યુઝરે કહ્યું.શહેરમાં ઠેર ઠેર ફૂટપાથ પર મહિલા અને સિનિયર સિટીઝનોને ચાલવામાં પડતી તકલીફ અને અમુક સ્થળે ટ્રાફિકજામના સમયે વાહનચાલકોએ ફૂટપાથ પર પોતાનું વાહન ચલાવીને ઓવરટેઈક કરતા દરરોજ જોવા મળે છે, એ વિશે એક મુંબઈગરાએ બળાપો ઠાલવ્યો હતો અને આ લોકો સામે મુંબઇ ટ્રાફિક પોલીસ ઝડપી કાર્યવાહી કરે તેવી માગણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.