તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:શાબ્બાસ પઠ્ઠાઓ!!! યુવા સેનાની ઠાકરેએ પીઠ થાબડી

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પથ્થરમારો અને ધાંધલધમાલ માટે 3 ગુના દાખલ

કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેની ધરપકડ માટે આક્રમક બનેલી યુવા સેનાના કાર્યકરોએ મંગળવારે મુંબઈમાં જબરદસ્ત આક્રમક બની ગયા હતા. યુવા સેનાના સચિવ વરુણ સરદેસાઈની આગેવાનીમાં સૈનિકોએ રાણેના જુહુ સ્થિત બંગલોની બહાર જઈને આંદોલન કર્યું હતું.

સિંહની ગુફામાં આવીને બતાવે એવા રાણે પુત્ર વિધાનસભ્ય નિતેશના પડકારને સ્વીકારતાં યુવા સૈનિકો રાણેના બંગલોની બહાર પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો. આ સિંહની ગુફા નથી પરંતુ ઉંદરનો દર છે, જેની સામે અમે આવ્યા છીએ એમ કહીને સરદેસાઈએ નિતેશ રાણેને સામે પડકાર્યા હતા.

આ સમયે રાણે સમર્થકો પણ ત્યાં આવી જતાં બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી થતાં તણાવની પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈ પોલીસે મોટે પાયે લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેમાં યુવા સેનાના અનેક કાર્યકરો ઘાયલ થયા હતા.દરમિયાન મંગળવારે રાત્રે આ કાર્યકરોએ મુખ્ય મંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે મુલાકાત લીધી હતી. તે સમયે આદિત્ય ઠાકરે પણ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...