મલિક વિરુદ્ધ નારા:વાનખેડેનું પુષ્પવર્ષા કરીને સ્વાગત

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવ પ્રતિષ્ઠાન યુવા હિંદુસ્તાન સંગઠન વાનખેડેની વહારે

અલગ અલગ આરોપોને લીધે હાલમાં વિવાદમાં સપડાયેલા મુંબઈ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના સમર્થનમાં અમુક સંગઠનો આવી રહ્યાં છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને પ્રવક્તા નવાબ મલિક દરરોજ પત્રકાર પરિષદ લઈને વાનખેડે પર ગંભીર આરોપો કરી રહ્યા છે. તેમના વ્યક્તિગત જીવન, જાતિ, ધર્મ પર મલિકે પ્રશ્નચિહન નિર્માણ કર્યું છે.

જોકે આ વચ્ચે શિવ પ્રતિષ્ઠાન યુવા હિંદુસ્થાન સંગઠનના કાર્યકરો વાનખેડેના સમર્થનમાં દક્ષિણ મુંબઈની એનસીબી ઓફિસની બહાર ભેગા થયા હતા. તેમણે જોરદાર ઘોષણાબાજી કરીને વાનખેડેની કાર્યવાહીને ટેકો આપ્યો હતો. ઉપરાંત નવાબ મલિકનો વિરોધ કર્યો હતો. વાનખેડે ઓફિસમાં આવ્યા ત્યારે કાર્યકરોએ તેમને રોક્યા અને તેમનું સન્માન કર્યું. તેમની પર પુષ્પવર્ષા કરી. તેમને છત્રપતિ શિવાજી મહારાની પ્રતિમા ભેટ આપીને આગળ પણ આ રીતે જ કાર્યવાહી ચાલુ રાખવાનો આગ્રહ કર્યો હતો.

સમીર વાનખેડેએ કરેલી કાર્યવાહી યોગ્ય જ છે. તેમની પર રાજકીય દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અમે નવાબ મલિકનો વિરોધ કરીએ છીએ. યુવા પેઢીને ડ્રગ્સથી બચાવવા માટે એક અધિકારી પ્રામાણિકતાથી કામ કરી રહ્યો છે. તે સાથ આપવી જોઈએ. વાનખેડે તમે આરોપો તરફ ધ્યાન આપશો નહીં. ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરો. અમે તમારી જોડે છીએ.

અન્ય સમાચારો પણ છે...