તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાંનો ભંગ:નિયમભંગ બદલ લોનાવાલામાં લગ્નસમારંભ પર દરોડા પડાયા

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કડક નિયંત્રણો છતાં 100થી વધુ મહેમાનો મુંબઈથી લોનાવાલા પહોંચ્યા

મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં બ્રેક ધ ચેઇન હેઠળ રોગચાળાના આ સમયગાળામાં ફક્ત 25 મહેમાનો સાથે બે કલાકમાં લગ્નસંભારભ આટોપવાનો નિયમ છે. આમ છતાં ઘણા બધા લોકો નિયમોની ઐસીતૈસી કરીને ધામધૂમથી અથવા વધુ મહેમાનો સાથે લગ્નસમારંભો યોજી રહ્યા હોવાનો અનેક કિસ્સા પકડાઈ રહ્યા છે. હવે લોનાવાલામાં આવે જ એક કિસ્સો પકડાયો છે.

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવા ઘાટવાળો કિસ્સો હિલ સ્ટેશન લોનાવાલામાં સામે આવ્યો છે. અહીંની ગ્રાન્ડ વિસ્વા હોટેલમાં રવિવારે 100થી વધુ મહેમાનો લગ્ન સમારોહમાં જોડાયા હતા અને મોટા ભાગના મહેમાનોએ માસ્ક પહેર્યા નહોતા. ચોંકાવનારી વાત એ છે કે, લગ્નસમારંભમાં જોડાયેલા બધા મહેમાનો મુંબઇથી મોટી સંખ્યામાં લોનાવાલા પહોંચ્યા હતા. ખાસ કરીને વીકએન્ડમાં કડક નિયંત્રણો હોવા છતાં મુંબઈથી આટલી મોટી સંખ્યામાં તેઓ કઈ રીતે લોનાવાલા પહોંચ્યા તેની હવે પોલીસ તપાસ કરી રહી છે.

લોનાવાલા પોલીસને રવિવારે માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચી હતી અને દરોડા પાડીને આયોજકો, હોટેલ માલિક વિરુદ્ધ કલમ 188 અને 269 હેઠળ ગુનો નોંધ્યો હતો. સામાજિક અંતરના નિયમો તોડવા બદલ મહાપાલિકાની ટીમે હોટેલ પર રૂ. 50,000નો અને આયોજક પર રૂ. 1.14 લાખનો દંડ ફટકાર્યો હતો.

જાનૈયાઓ ઉલ્હાસનગરના રહેવાસી છે
લોનાવાલાના ડીવાયએસપી નવનીત કામતે જણાવ્યું હતું કે, તમામ જાનૈયાઓ મુંબઈના ઉલ્હાસનગરના રહેવાસી છે. જોકે મુંબઇથી આટલી મોટી સંખ્યામાં તેમના આગમન અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. નિયમ મુજબ, કોઈ પણ વ્યક્તિ મંજૂરી વિના મહારાષ્ટ્રના એક શહેરથી બીજા શહેરમાં જઈ શકે નહીં. કામતે જણાવ્યું હતું કે ટ્રાવેલ એજન્સીના લોકો સાથે પણ પૂછપરછ ચાલી રહી છે અને જો તેઓ સામેલ હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો