તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • We Will Turn The Tide In The Election Of The Speaker Of The Legislative Assembly: Devendra Fadnavis

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણીમાં પાસું પલટી નાખીશુ : દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફડણવીસને હું તે માટે મનઃપૂર્વક શુભેચ્છા આપું છુ, શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે ટોણો માર્યો

નાના પટોલેએ વિધાનસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપવાને લીધે આ જગ્યા માટે ફરી એક વાર ચૂંટણી થવાની છે. હાલમાં કોંગ્રેસ પાસે આ પદ હતું ત્યારે હવે કોંગ્રેસ સાથે રાષ્ટ્રવાદી અને શિવસેના પણ ઈચ્છુક છે. આથી નિયુક્તિ બાબતનો નિર્ણય લંબાઈ રહ્યો છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણીમાં અમે પાસાં પલટી નાખીશું એવું સૂચક વક્તવ્ય વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે કર્યું છે. આને કારણે આ પદને લઈને સસ્પેન્સ ઓર વધી ગયું છે. દરમિયાન શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે ફડણવીસના વક્તવ્ય પરથી ટોણો માર્યો છે.

ફડણવીસના વક્તવ્ય પર સંજય રાઉતે જણાવ્યું કે જો ફડણવીસ આવું કશું કરવાના હોય તો તેમને મારી મનઃપૂર્વક શુભેચ્છા છે. આ બંધારણીય પદ છે. તેની પર આપસી સમજૂતીથી નિયુક્તિ થવી જોઈએ. આ પદ માટે વારંવાર ચૂંટણી નહીં થવી જોઈએ એવી અમારી ભૂમિકા છે. પટોલેની જેમ વચ્ચે જ કોઈ રાજીનામું આપી દે તો ચૂંટણી લેવી પડે છે. સભાગૃહમાં મહાવિકાસ આઘાડી પાસે બહુમતી છે, પરંતુ તે છતાં આવી બાબતો ટાળવી જોઈએ એમ પણ રાઉતે જણાવ્યું હતું.

કોણ નસીબદાર : આથી હવે બાળાસાહેબ થોરાતને મંત્રીપદ સિવાય બીજી કઈ નવી જવાબદારી સોંપવામાં આવશે, વિધાનસભામાં અધ્યપક્ષ મેળવવા માટે આખરે કયો પક્ષ નસીબદાર બનશે અને કયા વિધાનસભ્યને આ પદ મળશે તે વિશે ઉત્સુકતા જોવા મળી રહી છે. એક થિયરી એવી પણ ચાલી રહી છે કે ઉપ મુખ્ય મંત્રીપદ કોંગ્રેસને આપીને વિધાનસભા અધ્યક્ષપદ શિવસેના લેશે, પરંતુ આવું થાય તો રાષ્ટ્રવાદી માનશે કે કેમ તે શંકા છે.

પટોલેની ટીકા
દરમિયાન વિધાનસભાના અધ્યક્ષપદેથી નાના પટોલેએ રાજીનામું આપી દેતાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે અને ઉપ મુખ્ય મંત્રી અજિત પવાર નારાજ છે. શનિવારે શિવસેનાના મુખપત્ર સામનામાં કોંગ્રેસમાં થઈ રહેલા ફેરબદલનું વિશ્લેષણ કરતી વખતે બાળાસાહેબ થોરાતનાં વખાણ કરવામાં આવ્યાં છે. થોરાતની જગ્યાએ પટોલેને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

થોરાતના વખાણ કરતાં શિવસેનાએ નાના પટોલે ભાજપમાં જઈને આવ્યા છે તે તરફ અંગુલીનિર્દેશ કર્યો છે. આ ટીકા છે કે કેમ એવું પુછાતાં રાઉતે જણાવ્યું હતું કે પટોલેની ટીકા કરવામાં આવી નથી. તેમનાં વખાણ જ કર્યાં છે. પ્રશ્ન કોંગ્રેસને સંજીવને મળવાનો છે. પટોલેનો ઉત્સાહ મહત્ત્વનો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો