તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:છત શરીર પર પડશે ત્યારે જોઈ લઈશુઃ પંકજા મુંડેનો ભાજપને જાહેર ઈશારો

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારા નેતા મોદી- શાહ એમ કહીને ફડણવીસ પર પણ નિશાન સાધ્યું

એકાદ પદ મેળવવું તે અમારો ધ્યેય નથી. ગોપીનાથ મુંડેનાં સપનાં સાકાર કરવાનો અમારો ધ્યેય છે. મને જ્યારે એમ લાગશે કે અહીં રામ નથી અને જ્યારે શરીર પર છત પડશે ત્યારે જોઈ લઈશ, એવો ઈશારો ભાજપનાં નેતા પંકજા મુંડેએ મંગળવારે પક્ષને આપ્યો હતો. આપણું ઘર છોડવાનું નથી એ મારો નિર્ણય છે તે તમે માન્ય કરશો એવી અપેક્ષા છે એમ કહીને 100થી વધુ પદાધિકારીઓનાં રાજીનામાંનો તેમણે અસ્વીકાર કર્યો હતો.

હું દબાવતંત્રમાં વિશ્વાસ રાખતી નથી, તે મારો સ્વભાવ નથી, મારી પર તેવા સંસ્કાર પણ નથી. ગોપીનાથ મુંડેએ શેરડીના માળામાંથી લાવીને માણસો જોડ્યા. કોઈને સભાપતિ બનાવ્યા, કોઈને માર્કેટ સમિતિના ચેરમેન બનાવ્યા. આ બધું છું વેડફી નાખવાનું છે એવો સવાલ કરીને હવે પછી આ અખતરો કરશો નહીં, તમે મારા માટે મહત્ત્વના છો, એમ તેમણે જણાવ્યું હતું.હું ગોપીનાથ મુંડેની વારસદાર છું. મને અમુક પદ જોઈએ, તમુક પદ જોઈએ એવું ક્યારેય કહ્યું નથી. ક્યારેય તેવી માગણી કરી નથી. રાજ્યમાં ભાજપનો મુખ્ય મંત્રી બેસાડવો તે ગોપીનાથ મુંડેનું સપનું હતું. તે પૂરું કરવા માટે જ મારો સંઘર્ષ ચાલતો હતો. તે માટે જ તેમના નિધન પછી મેં સંઘર્ષયાત્રા કાઢી હતી, એમ તેમણે જણાવ્યું હતું.

વિવાદ કઈ રીતે ઊભો થયો
કેન્દ્રીય નેતૃત્વ પર વિશ્વાસ રાખો. એક સ્વલ્પવિરામ આપો, હું તમારા રાજીનામાં સ્વીકારવાની નથી, એમ કહીને પંકજાએ કાર્યકર્તાઓને ધીરજ આપી હતી. મુંબઈમાં વરલી ખાતે નિવાસસ્થાને તેમણે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળ વિસ્તરણમાં પંકજાનાં બહેન સાંસદ પ્રીતમને મંત્રીપદ નહીં આપવાથી નારાજી શરૂ થઈ હતી. દરમિયાન અમે કોઈને ડરતાં નથી. મારા નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે, એમ પણ પંકજાએ જણાવ્યું હતું. સીધા મોદી- શાહનાં નામ લઈને રાજ્યના નેતાઓમાં ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસને અપ્રત્યક્ષ રીતે નિશાન બનાવ્યા હોવાની રાજકીય વર્તુળમાં ચર્ચા શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...