કાર્યવાહી:જાસ્મિન વાનખેડે પરનો આરોપ સહન નહીં કરીએઃમનસેનો ઈશારો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રવાદીના કાર્યકરો જે સેટ પર પૈસા ભેગા કરે તેની યાદી આપું છું, કાર્યવાહી કરો

આર્યન ખાનના ડ્રગ્સ કેસ બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા અને લઘુમતી બાબતોના મંત્રી નવાબ મલિકે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર શ્રેણીબદ્ધ આરોપબાજી શરૂ કરી છે. તેમાં તેમણે વાનખેડેનાં બહેન અને મનસેનાં કાર્યકર્તાં જાસ્મિન વાનખેડે પર પણ ગંભીર આરોપ કર્યા છે. આ પછી હવે મનસે જાસ્મિનની પડખે આવી છે.

મહાભ્રષ્ટ વિકાસ આઘાડીના મંત્રી નવાબ મલિકે અમારી ચિત્રપટ સેનામાં કામ કરતાં જાસ્મિન પર આરોપ કર્યા હતા. જાસ્મિન અમારા પક્ષમાં કામ કરે છે અને અમને તેમની પર અભિમાન છે. મનસે ચિત્રપટ સેના પર તમે આરોપ કર્યા તેના પુરાવા તમારી પાસે છે? એનસીબીએ તમારા જમાઈ પર કાર્યવાહી કરી તેનું તમે આ રીતે વેર લેવા માગો છો? એવો પ્રશ્ન મનસે ચિત્રપટ સેનાના અધ્યક્ષ અમેય ખોપકરે કર્યો છે. અમે જાસ્મિનની પડખે છીએ. સમીર વાનખેડે અને તેમનાં પત્ની અભિનેત્રી ક્રાંતિ રેડકરની પણ અમે પડખે છીએ.

અમને સમીર વાનખેડે પર પણ અભિમાન છે. ડ્રગ્સ વિરોધી કામ કરનારા સમીર વાનખેડેની અમે પડખે છીએ. હવે પછી પાયાવિહોણા આરોપો કરશો તો સહન નહીં કરીએ. રાષ્ટ્રવાદીના કાર્યકરો જે જે સેટ પર જઈને પૈસા ભેગા કરે છે તેની યાદી આપું છું. તેમની પર કાર્યવાહી કરો, એવો પડકાર ખોપકરે મલિકને આપ્યો છે.

સત્તાધારીઓનાં કારનામાં બહાર લાવીશું
દરમિયાન મનસેનાં નેતા શાલિની ઠાકરેએ જણાવ્યું હતું કે જાસ્મિન અમારી સાથે ચાર વર્ષથી કામ કરી રહ્યં છે. તેમની સામે આજ સુધી કોઈએ આરોપ કર્યા નથી. તમે મનસે ચિત્રપટ સેના પર ખંડણીના આરોપ કરી રહ્યા છે. તેમાં પણ એક મહિલા પર ગંભીર આરોપ કરી રહ્યા છો. અમે જાસ્મિનની પડખે છીએ. ફક્ત રાષ્ટ્રવાદી જ નહીં પણ મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષના પદાધિકારીઓ ફિલ્મના સેટ પરથી કઈ રીતે પૈસા વસૂલ કરે છે તે જાહેર કરીશું, એવો ઈશારો પણ તેમણે આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...