ફડણવીસનો પ્રતિહુમલો:તમારી સત્તાનો બાબરી ઢાંચો પાડીને રહીશું

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી વર્ષમાં સરકારનાં કામ, જનતાના પ્રશ્ને મુખ્ય મંત્રી બોલ્યા નહીં

ગઈકાલે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, બાબરી પર પગ મૂક્યો હોત તો બાબરી પડી ગઈ હોત. હું તેમને કહેવા માગું છું કે આજે મારું વજન 102 કિલો છે. બાબરી પાડવા ગયો ત્યારે મારું વજન 128 કિલો હતું. મારી પીઠમાં ખંજર ભોંકીને મારું રાજકીય વજન ઓછું કરવાનો પ્રયાસ કરતા હશો તો આ જ દેવેન્દ્ર ફડણવીસ તમારી સત્તાની બાબરીના ઢાંચાને નીચે ઉતારીને રહેશે. બાળાસાહેબ પવારને મેંદાનું પોતુ કહેતા હતા. આજે તમે તે જ મેંદાના પોતા પર માથું ટેકવ્યું છે. આથી વજનદાર માણસો સાથે જરા સાચવીને રહેજો, એમ વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પ્રતિહુમલો કરતાં જણાવ્યું હતું.

હિંદી ભાષિક ઉત્તર ભારતીય સંમેલનના મંચ પરથી તેમણે ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર ટીકા કરી. મુખ્ય મંત્રી બનીને અઢી વર્ષ થયા પણ એકેય વાર સરકારનાં કામો પર, લોકોના પ્રશ્ને મુખ્ય મંત્રી બોલ્યા નહીં. શનિવારે કૌરવોની સભા હતી. તેથી સો સભાઓનો બાપ એવી સભા હતી એવું તેઓ કહેતા હતા. જોકે આજે પાંડવોની સભા પાર પડી રહી છે. ગઈકાલની સભામાં કશું તેજસ્વી ઓજસ્વી સાંભળવા મળશે એવું લાગતું હતું, પરંતુ આખી સભા પૂરી થઈ પણ લાફ્ટર અટ્કયું નહીં, એમ કહીને શનિવારે શિવસેનાની સભાની મજાક ઉડાવી હતી.

તુઝકો મિરચી લગી તો... : રામજન્મભૂમિના આંદોલનમાં તમારો એકેય નેતા નહોતો એમ મેં કહ્યું તો તમને કેટલાં મરચાં લાગ્યાં. મૈ તો અયોધ્યા જા રહા થા, મૈ તો બાબરી ગિરા રહા થા, મૈ તો મંદિર બના રહા થા, અરે ઉદ્ધવજી, તુઝકો મિર્ચી લગી તો મૈ ક્યા કું એમ ફડણવીસે ગીતમાં ઠાકરેને જવાબ આપ્યો હતો.

બાબરી પાડવા ગયો હતો : 1992માં ફેબ્રુઆરીમાં હું નગરસેવક બન્યો. જુલાઈમાં હું વકીલ બન્યો. ડિસેમ્બરમાં નગરસેવક એડ. ફડણવીસ બાબરી પાડવા ગયો હતો. સહેલગાહ પર ચાલો... સહેલગાહ પર ચાલો... એમ ઠાકરેએ ગઈકાલે જણાવ્યું. પણ નહીં. લાઠી ગોલી ખાયેંગે, મંદિર વહી બનાયેંગે અને હવે મંદિર બની રહ્યું છે તેની ખુશી છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.

આજ્ઞા બિનુ પૈસા રે....
ફડણવીસે જણાવ્યું હનુમાન ચાલીસા તો આપણા મનમાં છે. જોકે રવિ રાણા અને નવનીત રાણા નાદાન છે. તેમને ખબર જ નહોતી કે હનુમાન ચાલીસામાં બે લીટી ઉદ્ધવ ઠાકરે અને સરકારને અગાઉથી ખબર હતી. તેઓ ફક્ત તે બે લીટી પર કામ કરી રહ્યા છે, એમ કહીને તેમણે લીટી કહી સંભળાવી હતી, રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસા રે... આથી ફક્ત 24 મહિનામાં 53 માલમતા તૈયાર થઈ અને યશવંત જાધવે પોતાનાં માતોશ્રીને રૂ. 50 લાખની ઘડિયાળ આપી. તેમનાં માતોશ્રી એટલે તેમની માતા, ખોટી માતોશ્રી સમજતા નહીં, એવો ટોણો પણ તેમણે માર્યો હતો. બાળાસાહેબ ઠાકરેએ એવો વિચાર પણ નહીં કર્યો હશે કે તેમના રાજ્યમાં હનુમાન ચાલીસા પઠન કરવું એ રાજદ્રોહ હશે અને ઔરંગઝેબની કબર પર માથું ટેકવવું તે રાજશિષ્ટાચાર હશે, એમ કહીને તેમણે ટીકા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...