નિર્ણય:સંજય રાઉતે કોને “હરામખોર’ કહ્યું હતું તે બતાવવું પડશેઃ કોર્ટનો આદેશ

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંગના-બીએમસી વિવાદમાં બંને પક્ષે ઉગ્ર દલીલો થઈ હતીઃ આજે પણ આ કેસની સુનાવણી ચાલુ રહેશે

ફિલ્મ અભિનેત્રી કંગના રણોતની ઓફિસ તોડવાને મામલે સોમવારે મુંબઈ હાઈ કોર્ટમાં બંને બાજુથી ઉગ્ર દલીલો થઇ હતી. કોર્ટે કહ્યું હતું કે સંજય રાઉતે જણાવવું પડશે કે તેમણે ‘હરામખોર’ શબ્દ કોને માટે ઉપયોગ કર્યો હતો. કોર્ટે બીએમસી દ્વારા કરાયેલી કાર્યવાહી સંબંધિત ફાઇલ અને સંજય રાઉતની ઇન્ટરવ્યુની ક્લિપ રજૂ કરવા જણાવ્યું હતું.

કંગનાની ઓફિસ તોડવાને મામલે સોમવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન જોરદાર દલીલો થઇ હતી. એ દરમિયાન કોર્ટમાં વિવાદિત શબ્દ ‘હરામખોર’ પણ ગૂંજ્યો હતો. બીએમસીના વકીલે કહ્યું કે આ ગેરકાયદેસર બાંધકામનો કેસ છે. બીએમસીના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે, ‘એ પ્રકારની રજૂઆતો કરવામાં આવી રહી છે કે સરકાર અને સત્તારૂઢ પક્ષની વિરુદ્ધમાં બોલવાને કારણે બીએમસીએ પગલાં લીધાં છે, પરંતુ સચ્ચાઈ તેનાથી અલગ છે. આ એક એવો મામલો છે જ્યાં અરજદારે ગેરકાનૂની રીતે અનધિકૃત બાંઝકામ કર્યું છે.કંગનાના વકીલે કોર્ટને કહ્યું કે, કંગનાની 30 ઓગસ્ટથી અત્યાર સુધીની બધી જ ટ્વીટ રજૂ કરી દીધી છે, પરંતુ એ પણ કહ્યું કે તેઓ સંજય રાઉતનો સંપૂર્ણ ઇન્ટરવ્યુ મેળવી શક્યા નથી. ફક્ત એક ક્લિપ જ છે તે જાહેર જનતામાં ઉપલબ્ધ છે. સંપૂર્ણ વિડિયો શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પહેલાં કોર્ટે કંગનાના વકીલને બીએમસીની કાર્યવાહી સાથે સંબંધિત ફાઇલ અને સંજય રાઉતના બંને ઇન્ટરવ્યુની ક્લિપ લાવવા કહ્યું હતું. એ પહેલા કંગનાની ઓફિસમાં તોડકામ વિશે બીએમસીના વકીલે જણાવ્યું હતું કે, કંગના કહેતી હતી કે આ બધું તેની 5 સપ્ટેમ્બરવાળી ટ્વીટના કારણે થયું છે. તો એ ટ્વીટ શું હતું તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે જેથી ટાઈમિંગનો ખ્યાલ આવી શકે. ત્યાર બાદ સંજય રાઉતના વકીલને કોર્ટે જણાવ્યું હતું કે તે તેમના અસીલનાં નિવદનો, તેનો અર્થ અને તેમના પક્ષ જાણવા મંગળવારે પણ સુનાવણી ચાલુ રાખવામાં આવશે.

ઓડિયો સાંભળવામાં આવ્યો : કંગનાના વકીલે આ કહ્યું કે, ‘કંગનાએ સરકાર સામે કેટલીક વાતો કરી હતી. એ બાદ કંગનાની એક ટ્વીટ પર સંજય રાઉતની ઉગ્ર પ્રતિક્રિયા આવી હતી. રાઉતે કહ્યું કે કંગના કો સબક સિખાના હોગા. એ સાથે કોર્ટમાં કંગનાના વકીલ બિરેન્દ્ર સરાફે સંજય રાઉતના એ વિવાદિત બયાનની વિડિયો ક્લિપ ચલાવવામાં આવી હતી, જેમાં હરામખોર શબ્દ બોલાયો હતો. દરમિયાન સંજય રાઉતના વકીલે આ વિશે કોર્ટને કહ્યું, ‘મારા અસીલે કોઇનું નામ લીધું નથી. જજે રાઉતના વકીલ પ્રદીપ થોરાતને પૂછ્યું, જો રાઉત કહી રહ્યા છે કે તેમણે કંગના માટે આ શબ્દનો ઉપયોગ કર્યો નથી, તો શું અમે આ નિવેદનને રેકોર્ડ કરી શકીએ છીએ? એ પછી રાઉતના વકીલે કહ્યું હું તેની પર મંગળવારે એફિડેવિટ ફાઇલ કરીશ.

2 કરોડના વળતર પર કોર્ટે શું કહ્યું?
2 કરોડના વળતરની માગણી પર કંગનાના વકીલે કોર્ટને કહ્યું, ‘જે નુકસાન થયું છે તેનો સર્વે કરીને અમે આ તારણ પર પહોંચ્યા છીએ. જો કોર્ટ ઇચ્છે તો કોઇને પણ નુકસાનવાળા સ્થળ પર મોકલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...