પહેલા નેતાઓ મંદિર જવા માટે ડરતા હતા. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંદિરમાં ગયા પછ કેજરીવાલ હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા અને મમતા દીદી ચંડીપાઠ કરવા લાગ્યાં. સંત પરંપરા આમ જનતાના વિચારોની શુદ્ધતાને સમાપ્ત થવાથી બચાવવા માટે છે. અંગ્રેજો જાણતા હતા કે આપણી સંસ્કૃતિનાં જડ ઊંડાણ છે. આથી તેમમે આપણાં જડ પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આપણી પરંપરા અક્ષીણ છે.
ડીએનએ એક્સપર્ટ હવે સપ્રમાણ બતાવે છે કે અહીંની સંસ્કૃતિ સૌથી જૂની છે, એમ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિરોધી પક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું.અમે શ્રીરામ મંદિરનું ભૂમિપૂજન જોયું છે અને તેનું શિખર પણ જોઈશુ, એમ પણ તેમણે જણાવ્યું હતં. શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદ ગિરીજી મહારાજના સંન્યાસ જીવનની સુવર્ણ જયંતી અને શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ, જમ્મુના સભ્ય નિયુક્ત કરવા પર આયોજિત અભિનંદન સમારંભમાં બોલી રહ્યા હતા.
મુંબઈ સ્થિત સંન્યાસ આશ્રમમાં 400 વર્ષ જૂના સૂરતગિરિ બંગલો, હરિદ્વારના એકાદશ પીઠાધિશ્વર શ્રી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજનો અભિનંદન સમારંભ આયોજિત કરાયો હતો. અમૃત મહોત્સવ સમિતિ અંતર્ગત સમારંભના સંયોજક મુંબઈ ભાજપના ઉપાધ્યક્ષ આચાર્ય પવન ત્રિપાઠી હતી. આ કાર્યક્રમમાં દેશના અનેક સંત- મહાત્મા હાજર હતા.
કાર્યક્રમનો શુભારંભ અતિથિઓ દ્વારા આદ્યશંકરાચાર્યના ચિત્ર પર હાર અર્પણ તથા દીપ પ્રજ્જવલિત કરીને કરાયો હતો. ફડણવીસે વધમાં જણાવ્યું કે આ સમયે સ્વામી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજે જણાવ્યું કે હું તો ફક્ત પ્રતીક છું. આ આશ્રમની પરંપરા ચારસો વર્ષ જૂની છે, જે તેથી પણ બહુ પર્વે વેદવ્યાસ સુધી જાય છે, જે રીતે એક પત્તું મંદિરમાં પહોંચવા પર સન્માન પમે છે. તેવો જ હું પણ છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.