તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:અમે ડરતા નથી, આઘાડી સરકાર સ્થિર છે, આદિત્ય

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
આદિત્ય ઠાકરે - Divya Bhaskar
આદિત્ય ઠાકરે

શિવસેનાના સાંસદ સંજય રાઉતની પત્નીને ઇડી દ્વારા આપવામાં આવેલા સમન્સ વિશે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ કહ્યું કે, ઈડીનું આ પગલું રાજકીય પ્રેરિત છે, અમે ડરતા નથી. આઘાડી સરકાર સ્થિર છે. દરમિયાન શિવસેનાના કાર્યકરોએ મુંબઇમાં જુદાં જુદાં સ્થળોએ દેખાવો કર્યા હતા. શિવસેના ભવનમાં મેયર કિશોરી પેડણેકરની આગેવાનીમાં મહિલા કાર્યકરોએ વડા પ્રધાન મોદી અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે શિવસૈનિકોએ મુંબઇમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસની બહાર ભાજપ પ્રદેશ કાર્યાલયનું બેનર લગાવી દીધું હતું.

એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે ઈડીની નોટિસ મળે છે ત્યારે તે સ્પષ્ટ છે કે શું સાચું છે તે બહાર આવશે, જો કશું તમે ખોટું કર્યું છે તો સત્ય બહાર આવશે, આજકાલ ઘણા લોકોને ઇડીની નોટિસ મળી રહી છે, તેને વધારે ધ્યાન આપવાની જરૂર નથી,. જો અમને ઇડીની સૂચના મળે તો અમે આગળ જઈશું, જે સાચું હશે, તે બહાર આવશે, તેને અન્ય કોઈ દષ્ટિકોણથી લેવાની જરૂર નથી.મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે આડકતરી રીતે કેન્દ્ર પર નિશાન સાધતાં આક્ષેપ કર્યો હતો કે, ભાજપની નીતિઓ અથવા નેતાઓ વિરુદ્ધ બોલતા લોકો કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે.

દરમિયાન હું ઇડીનો પ્રવક્તા નથી, વર્ષા રાઉતના સમન્સ વિશે ઇડીને પૂછો, એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને રાજયના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.દરમિયાન રાઉત દ્વારા પરોક્ષ રીતે નિશાન બનાવવામાં આવેલા ભાજપના નેતા કિરીટ સોમૈયાએ ટ્વિટ કર્યું હતું. મેં શિવસેના રાઉતનું સાંભળ્યું છે. સંજય રાઉત શા માટે જવાબ આપવાનું ટાળી રહ્યા છે. પીએમસી બેંકની છેતરપિંડી કરનાર એચડીઆઈએલ પાસેથી તેના પરિવારજનોએ રૂ. 54 લાખ કેમ લીધા? તેનો એચડીઆઈએલ અને પ્રવીણ રાઉત સાથે શું સંબધ છે? શું તે પીએમસી ડિપોઝિટર્સના છેતરપિંડીના પૈસા છે તે પરત આપશે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો