તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરીક્ષણ:વરસાદ માટે ડ્રેનેજની ક્ષમતા ઓછી હોવાથી પાણી ભરાયાં

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30 જૂન સુધી હિંદમાતા પ્રકલ્પ પૂરો થયા પછી આ વિસ્તાર પૂરમુક્ત થશે : ચહલ

વરસાદે બુધવારે મુંબઈને ધમરોળી નાખ્યું. પ્રથમ વરસાદમાં જ મુંબાપુરી તુંબાપુરીમાં ફેરવાઈ ગઈ હતી. આ વિશે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે બપોરે પણ પ્રતિક્રિયા આપી. મુંબઈમાં હમણાં સુધી છથી સાડાછ ઈંચ વરસાદ પડ્યો છે. ફક્ત એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો. આટલો બધો વરસાદ ઝીલવાની આપણે ત્યાં ડ્રેનેજની ક્ષમતા નથી. આથી પાણી ભરાય છે, એમ ચહલે જણાવ્યું હતું.તેમણે રસ્તા પર ઊતરીને નિરીક્ષણ કર્યું હતું.

આ પછી તેમણે જણાવ્યું કે 24 કલાકમાં સાડાઈંચ વરસાદ પડે તો અતિવૃષ્ટિથાય છે, પરંતુ મુંબઈમાં હમણાં સુધી છથી સાડાછ ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ફક્ત એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. એકલા સાયન- દાદર વિસ્તારમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. આથી મુંબઈમાં પાણી ભરાયાં, એવું કારણ તેમણે આપ્યું હતું. દહિસર સબવે, અંધેરી સબવે, ચૂનાભટ્ટી ખાતે પાણી ભરાઈ ગયાં છે.

હિંદમાતા ખાતે આ વખતે 4 ફૂટ ઊંચા રસ્તા તૈયાર કર્યા છે. આથી પહેલી વાર હિંદમાતાનો ટ્રાફિક અટક્યો નહીં. રૂ. 140 કરોડનો ભૂમિગત પ્રકલ્પ ચાલી રહ્યો છે. ત્યાં પાણી ભરાવા દઈશું નહીં. દોઢ કિમી સુધીનો આ પ્રકલ્પ છે. આ પ્રકલ્પ પૂરો થવામાં 30 દિવસ લાગશે. આથી તે પછી અહીં ક્યારેય પાણી નહીં ભરાશે. ઓક્ટોબરમાં પ્રકલ્પ શરૂ કરાયો હતો. જાન્યુઆરીમાં ઓર્ડર અપાયા હતા. હવે પ્રકલ્પ અંતિમ તબક્કામાં છે, એવો દાવો તેમણે કર્યો હતો.

રેલવે સાથે સમન્વય વિશે નો કોમેન્ટ્સ
મહાપાલિકા તરફથી ગાંધી માર્કેટ ખાતે મોટી પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. 30 જૂન સુધી હિંદમાતા પ્રકલ્પ લગભગ પૂરો થશે. એક કલાકની અંદર જો સવા ઈંચથી વધુ વરસાદ પડે તો પાણી ભરાવાનું શરૂ થાય છે. રેલવે સાથે સમન્વય બાબતે કશું બોલવું નથી, પરંતુ મહાપાલિકાએ રેલવેના ભાગોમાં પણ નાળાસફાઈ કરી છે.

અન્ય સમાચારો પણ છે...