તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે જળ પરિવહન આ વર્ષે શરૂ થશે

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આ સેવાથી પ્રિન્સેસ ડોકથી બેલાપુર ફક્ત એક કલાકમાં પહોંચી શકાશે

કોરોનાના સમયમાં લોકલ બંધ હોવાથી નવી મુંબઈથી મુંબઈ આવતા અનેક લોકોને ખાડાવાળા રસ્તા પરથી પ્રવાસ કરીને હેરાનગતિ ભોગવતા આવવું પડે છે. હજી લોકલના દરવાજા સામાન્ય પ્રવાસીઓ માટે પૂર્ણ સમય ખુલ્યા નથી. જો કે ટૂંક સમયમાં આ તમામ પ્રવાસીઓ માટે પરિવહનનો એક વિલ્કપ ખુલશે. આગામી થોડા મહિનામાં જ મુંબઈથી નવી મુંબઈ જળ પરિવહન શરૂ થશે. આ વર્ષે મુંબઈના પ્રિન્સેસ ડોકથી બેલાપુર જળ પરિવહન રૂટ કાર્યાન્વિત કરવામાં આવશે.

મુંબઈ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ રાજીવ જલોટાએ મુંબઈ, નવી મુંબઈ અને થાણેને જોડતા જલ પરિવહન પ્રકલ્પો વિશે વાત કરતા જણાવ્યું કે બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. નાની નાની બાબતો બાકી છે. એ પણ પૂરી થશે. તેથી આ વર્ષે જ થોડા મહિનામાં મુંબઈ અને નવી મુંબઈને જળમાર્ગે જોડશું. મુંબઈના પ્રિન્સેસ ડોકથી બેલાપુરનો પ્રથમ રૂટ શરૂ કરવામાં આવશે. એ પછી વાશી, નેરુળ, ઐરોલી, થાણેનું મીઠ બંદર જેવા જુદા જુદા ઠેકાણાઓને સ્ટોપેજ આપવામાં આવશે.

મુંબઈથી બેલાપુર જળ પરિવહન શરૂ થશે તો એક કલાકમાં મુંબઈથી નવી મુંબઈનું અંતર કાપી શકાશે. આગામી એક વર્ષમાં રો-રો અને રોપેક્સ પદ્ધતિથી નવી મુંબઈની જેમ જ મુંબઈથી કાશીદ, રેવસ, કરંજા અને જેએનપીટી સુધી શરૂ થશે. રો-રોમાં મોટા જહાજમાં નાના વાહનોથી લઈને મોટી ટ્રક સુધીના વાહનોની હેરફેર કરવામાં આવે છે. રોપેક્સમાં પ્રવાસીઓ અને વાહનોની હેરફેર એક સાથે કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો