તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જુહુ, પાર્લા, ખાર, અંધેરીમાં પાણીપુરવઠો વધુ ઝડપી થશે

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 જુલાઈએ વાલ્વ બદલવાનાં કામ દરમિયાન પાણીપુરવઠો બંધ રહેશે

પશ્ચિમ ઉપનગરોમાં એચ વેસ્ટ, કે ઈસ્ટ અને કે વેસ્ટ એમ ત્રણ વોર્ડના અમુક વિસ્તારોમાં પાણીપુરવઠામાં અમુક ટેક્નિકલ અડચણો આવતી હતી, જેને દૂર કરી વાલ્વ બદલવાનું કામ મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે, જે દિવસે અમુક વિસ્તારમાં અમુક સમય માટે પાણી પુરવઠો બંધ રહેશે, જ્યારે અમુક વિસ્તારમાં ઓછા દબાણથી પાણી આવશે. જોકે આ બટરફ્લાય વાલ્વ (પાણી પુરવઠા સાથે સંબંધિત ઝડપ) બદલી કરવા પર અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ઝડપી બનશે.

ખાસ કરીને જુહુ, વિલે પાર્લે, સાંતાક્રુઝ, ખાર (પશ્ચિમ), અંધેરી (પૂર્વ અને પશ્ચિમ)ના વિસ્તારોને આનો લાભ થશે.આ માટે 13 જુલાઈના રોજ વાલ્વ બદલવાનું કામ હાથમાં લેવાશે. આ દિવસે અમુક વિસ્તારમાં પાણી નહીં આવે અથવા ઓછા દબાણથી આવશે.વેરાવલી જળાશય 3ના ભાગ નં. 2ના બાંદરા આઉટલેટ પર 1200 મિલિ મીટર વ્યાસની ઝડપ બદવાનું કામ સવારે 10થી રાત્રે 10 સુધી ચાલશે, જે દરમિયાન પાણીપુરવઠાને અસર થશે. કે વેસ્ટમાં ગિલ્બર્ટ હિલ, જુહુ કોલીવાડા, ચાર બંગલો, પાર્લા વેસ્ટમાં જેવીપીડી, નેહરુનગર, કે ઈસ્ટમાં પાર્લા ઈસ્ટ, સહા, ગુંદવલી, મોગરપાડા, નવો નાગરદાસ માર્ગ, જૂનો નાગર માર્ગ, વગેરે વિસ્તારોને અસર થશે.

અન્ય સમાચારો પણ છે...