જાહેરાત:આજે અને આવતી કાલે પરેલ વિસ્તારમાં પાણીકાપ લદાશે

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

એફ સાઉથના પરેલ, કાલેવાડી, નાયગાવ વિસ્તારમાં પાણી પુરવઠો વધુ સરળ બનાવવા માટે અમુક ટેક્નિકલ કામો હાથમાં લેવામાં આવવાનાં છે. આ કામો યોગ્ય રીતે થાય તે માટે ૫ ઓક્ટોબરે સવારે ૧૦થી બુધવારે સવારે ૧૦ સુધી આ વોર્ડના અમુક વિસ્તારમાં ૨૪ કલાક પાણી પુરવઠો ખંડિત રહેશે.

ગોલંજી ટેકરી જળાશયની અંદરના વિસ્તારની ૭૫૦ મિલિમીટર વ્યાસની જળવાહિનીનું અને ૪૫૦ મિલિમીટર વ્યાસની જળવાહિનીનું જોડાણ તૈયાર કરવામાં આવવાનું હોઈ ૪૫૦ મિલિમીટર વ્યાસની બે જળવાહિની પર આ કામ હાથ ધરાશે.

આ કાર્યને લીધે પરેલ ગાવ ખાતે જી ડી આંબેકર માર્ગ ૫૦ ટેનામેન્ટ સુધી, એકનાથ ઘાડી માર્ગ, પરેલ ગાવ માર્ગ, નાનાભાઈ પરેલકર માર્ગ, ભગવંતરાવ પરેલકર માર્ગ, વિજયકુમાર વાળિંભે માર્ગ, એસ પી કમ્પાઉન્ડ વગેરે સહિતના વિસ્તારોમાં ઓછા દબાણથી અથવા બિલકુલ પાણી નહીં આવે તેવી શક્યતા છે. આથી આ વિસ્તારના નાગરિકોએ તે મુજબ પોતાની વ્યવસ્થા કરી લેવી, એમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...