બાંદરા સ્થિત લીલાવતી હોસ્પિટલમાં એમઆરઆઈ મશીન ટ્રોલી પર નવનીત રાણાને પોઝિશન આપતી વખતનો વિડિયો અને ફોટો પાડીને તે સોશિયલ મિડિયા પર વાઈરલ કરવા સંબંધે વિવાદ સર્જાયા પછી બુધવારે હોસ્પિટલના સિક્યુરિટી સુપરવાઈઝર દ્વારા બાંદરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સુપરવાઈઝર અમિત ગૌડની ફરિયાદ અનુસાર 6 મેએ નવનીત રાણા પીઠદર્દ અને ગરદન દર્દની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ થયાં હતાં. તેમની પર અન્ય તબીબી તપાસ કરવાનું કામ પણ ચાલતું હતું.6-7 મેએ નિષ્ણાત ડોક્ટરોની સલાહ અનુસાર રાણાને એમઆરઆઈ અને અન્ય પરીક્ષણ કરાવવા કહેવામાં આવ્યું હતું. 6 મેએ રાત્રે 10 વાગ્યે નવનીત રાણા અને અને તેમના પતિનો એક સિક્યુરિટી ગાર્ડ અને એક અજ્ઞાત સફેદ શર્ટ પહેરો શખસ રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં એમઆરઆઈ વિભાગમાં ભોંયતળિયે ગયા હતા.
અત્રાત વ્યક્તિએ પરવાનગી લીધા વિના જ નવનીત રાણાનો એમઆરઆઈ મશીન ટ્રોલી પર દર્દીને પોઝિશન આપતી વખતનો ફોટો પાડ્યો અને તે મિડિયાને આપ્યો અને સોશિયલ મિડિયામાં વાઈરસ કર્યો હતો.વાસ્તવમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધાતુની વસ્તુઓ એમઆરઆઈ મશીન નજીક લઈ જવાની મનાઈ હોઈ તે માટે અમે ઠેકઠેકાણે નો ફોટોગ્રાફી, નો વિડિયોગ્રાફી એવા ફલક લગાવ્યા છે. તે નિયમોનો ભંગ અજ્ઞાત વ્યક્તિએ કર્યો છે અને પરવાનગી વિના એમઆરઆઈ રૂમ પરિસરમાં અતિક્રમણ કર્યું અને ફોટો કાઢ્યા તેથી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી એમ ફરિયાદમાં જણાવ્યું છે. આ સાથે સીસીટીવી ફૂટેજ પણ આપ્યા છે. પોલીસે ભારતીય ફોજદારી સંહિતાની કલમ 448 અને 336 હેઠળ અદખલપાત્ર ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.