તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાની આકરી ટીકા:શાહ, યોગી, લાડ વિશે CM બોલ્યા તે ગુનો નહોતો? રાણે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિશા સાલિયન પ્રકરણે અનિલ પરબને પણ ઈશારો

મહાડની કોર્ટે જામીન આપ્યા પછી અને મુંબઈ હાઈ કોર્ટે રાહત આપ્યા પછી કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ જુહુના તેમના બંગલોમાં પત્રકાર પરિષદને સંબોધતી વખતે ફરી આક્રમકતા બતાવી હતી અને ફરી એક વાર ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાની આકરી ટીકા કરી હતી.

આપણા દેશ પ્રત્યે અભિમાન નહીં હોય તેને રાષ્ટ્રીયના તહેવારોની જાણ હોતી નથી એવું બોલવા માગતો હતો. દેશ વિશે અભિમાન છે. આથી મને સહન થયું નહીં. આથી હું બોલ્યો હતો, એમ ઠાકરેનું નામ લીધા વિના તેમણે જણાવ્યું હતું. 1 ઓગસ્ટે બીડીડી ચાલના પુનઃબાંધકામ કાર્યક્રમ હતો. તે પૂર્વે અમારા વિધાનસભ્ય પ્રસાદ લાડે સેનાભવન વિશે કાંઈક વક્તવ્ય કર્યું હતું.

અમારી મહિલાઓ પર હાથ ઉગામશો તો એવું કાંઈક લાડ બોલ્યા હતા. તેની સામે તે મહાશય, એટલે કે મુખ્ય મંત્રી એવું બોલ્યા કે સેના ભવન વિરુદ્ધ કોઈ બોલે તો તેમનું થોબડું તોડી નાખો. શું આ ક્રાઈમ નથી. શું કલમ 120-બી હેઠળ આ ગુનો નથી. યોગીસાહેબ વિશે તેઓ યોગી છે કે ઢોંગી, ચપ્પલથી મારવા જોઈએ એવું બોલ્યા હતા. એક મુખ્ય મંત્રી માટે આવી ભાષા વાપરી શકાય. અમિત શાહ વિશે પણ અસંસદીય શબ્દ બોલ્યા હતા. શું આ ગુનો નથી, એવો પ્રશ્ન તેમણે કર્યો હતો.

આ સમયે તેમણે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયન આત્મહત્યા કેસ પણ ફરીથી ઉખેળ્યો હતો. સાલિયન પ્રકરણમાં જેમનું નામ આવ્યું હતું તે મંત્રી અને અનિલ પરબની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હવે હું પાછળ હટવાનો નથી.

અન્ય સમાચારો પણ છે...