કાર્યવાહી:દર્દીઓ બાબતે મહાપાલિકાને સૂચના ન આપતા ખાનગી ડોકટરોને ઈશારો

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષણો હોવા છતાં કોરોના ટેસ્ટ ન કરાવવાની સલાહ આપનારાઓ પર કાર્યવાહી

મહાપાલિકાની આરોગ્ય યંત્રણાને સૂચના ન આપતા કોરોનાના લક્ષણોવાળા દર્દી પર સારવાર કરતા ખાનગી ડોકટરો પર મહાપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. લક્ષણો હોવા છતાં દર્દીઓને ટેસ્ટ ન કરાવવાની સલાહ આપનારા ડોકટરો પર કાર્યવાહી કરવાનો ઈશારો મહાપાલિકાએ આપ્યો છે. તેથી આગામી સમયમાં ફ્લૂ કે શરદી, ઉધરસવાળા સામાન્ય દર્દીઓની સારવાર કરવા માટે ડોકટરો ટાળે એવા ચિહ્ન છે. મુંબઈમાં સખત ઠંડી પડી રહી છે. હવામાનમાં ફેરફારના કારણે થતા રોગોનું પ્રમાણ વધ્યું છે.

એક તરફ કોરોનાની લહેર ઝડપથી ફેલાઈ રહી છે ત્યારે સાદા તાવના દર્દીઓનું પ્રમાણ પણ વધી રહ્યું હોવાથી ગરબડ ઊભી થઈ રહી છે. કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના સંક્રમણમાં શરદી, ઉધરસ અને તાવ જેવા સૌમ્ય લક્ષણો દેખાતા હોવાથી આ બાબતે નાગરિકો પણ બેફિકર છે. અનેક દર્દીઓ મહાપાલિકાના દવાખાનામાં જઈને ટેસ્ટ કરાવવાના બદલે ખાનગી ડોકટર પાસેથી દવા લઈને સારવાર કરે છે. પણ એમાં સંભવિત કોરોના દર્દીના કારણે તેમના કુટુંબના અને પડોશીઓને કોરોનાનું સંક્રમણ થાય એવો ડર છે.

આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાએ ખાનગી ડોકટરોને પ્રશિક્ષણ આપવાની શરૂઆત કરી છે. એ સાથે જ નાના નર્સિંગ હોમના ચાલક, માલિકને પણ આ સંદર્ભે માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે. કોરોનાગ્રસ્ત દર્દી પર કઈ સારવાર કરવી, આવા દર્દીઓ માટે શું કાર્યપદ્ધતિ હોવી જોઈએ, વગેરે બાબતે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. દરેક વોર્ડ કાર્યાલયની હદમાં ખાનગી ડોકટરોને આ સંદર્ભમાં પ્રશિક્ષણ આપવાની સૂચના સંબંધિત મહાપાલિકા અધિકારીઓને કરવામાં આવી છે. ટેસ્ટની જરૂરિયાતવાળા દર્દી આવે તો તેને કોરોના ટેસ્ટ કરવાની ફરજ પાડવી એમ ડોકટરોને બજાવવામાં આવી રહ્યું છે.

કોરોનાની ટેસ્ટ કર્યા પછી સંબંધિત દર્દીની માહિતી મહાપાલિકા મળી શકશે. ખાનગી ડોકટરોએ ટેસ્ટ ટાળીને લક્ષણોવાળા કોઈ દર્દીની સારવાર કરી તો સંબંધિત ડોકટર પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો મહાપાલિકાના વરિષ્ઠ અધિકારીઓએ આપ્યો છે. હવામાનમાં ફેરફારના કારણે અત્યારે સાદો તાવ, ઉધરસ, શરદીની ફરિયાદ છે. જોકે કોરોનાગ્રસ્તોમાં પણ આ લક્ષણો દેખાય છે. તેથી આવા લક્ષણો હોય તો કોરોના ટેસ્ટ કરવી જરૂરી છે. પણ અનેક મુંબઈગરા આવા લક્ષણો હોવા છતાં કોરોના ટેસ્ટ કરાવતા નથી અને ખાનગી ડોકટરો પાસે સારવાર કરાવે છે. આવા દર્દી કોરોનાગ્રસ્ત હોય તો તેના કારણે બીજા નાગરિકો માટે જોખમ ઊભું થાય છે એમ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

ચોક્કસ અંદાજ આવતો નથી
મહાપાલિકાના ટેસ્ટ સેંટર, દવાખાના, હોસ્પિટલો અથવા ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ (આરટીપીસીઆર) કરવાની માહિતી આરોગ્ય વિભાગને દરરોજ ઉપલબ્ધ થાય છે. પણ ટેસ્ટ ટાળીને ખાનગી દવાખાનામાં સારવાર લેનારા, લક્ષણોવાળા દર્દીઓની માહિતી મહાપાલિકાને ઉપલબ્ધ થતી નથી. તેથી કોરોનાગ્રસ્તોનો ચોક્કસ આંકડો સ્પષ્ટ થઈ શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...