તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બૃહન્મુંબઈ મહાપાલકા ક્ષેત્રમાં નિયમિતપણે પાણી પુરવઠો થાય એ માટે મહાપાલિકાનું વોટર એન્જિનિયરીંગ અને પાણી પુરવઠા પ્રકલ્પ ખાતા દ્વારા જૂની પાઈપલાઈન બદલવાનું કામ સમયે સમયે થતું રહે છે. એના અંતર્ગત આગામી 9 અને 10 ડિસેમ્બર બૃહન્મુંબઈ મહાપાલિકાના એસ વોર્ડના કેટલાક પરિસરોમાં 9 અને 10 ડિસેમ્બરના પાણી પુરવઠો નહીં થાય ઉપરાંત આ બંને દિવસે કે પૂર્વ, એચ પૂર્વ, એલ અને જી ઉત્તર એમ ચાર વોર્ડમાં પાણી પુરવઠો ઓછા દબાણથી થશે.
9 ડિસેમ્બરના સવારના 10 વાગ્યાથી 10 ડિસેમ્બરના સવારના 10 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. ડક લાઈન (ખિંડીપાડા પંપ ક્ષેત્ર એસ એક્સ -15)માં બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી, રાજારામ વાડી, શ્રીરામપાડા (ટ્રંક મેન ડાયરેક્ટ સપ્લાય એસ એક્સ-07) સવારે 5 થી સાંજે 5, ખિંડીપાડા (ટ્રંક મેન ડાયરેક્ટ સપ્લાય એસ એક્સ 07) સવારે 5 થી સાંજે 5 વાગ્યા સુધી પાણી નહીં આવે. ટેંભીપાડા, સોનાપુર, તુલશેતપાડા, પ્રતાપનગર, જમિલ નગર, સમર્થ નગર, દ્રાક્ષબાગ, ઉત્કર્ષનગર, રાજદીપ નગર, લાલબહાદુર શાસ્ત્રી માર્ગ નજીક નાહૂર (પશ્ચિમ) અને ભાંડુપ (પશ્ચિમ) પરિસર, (ભઆંડુપ પશ્ચિમ ક્ષેત્ર, ટેંભીપાડા પોલીસ ચોકી એસ એક્સ 03) પરિસરમાં સવારના 5 થી સવારના 10 વાગ્યા સુધી પાણી નહીં આવે.
જય ભીમ નગર, બેસ્ટ નગર, આરે રોડ અને આસપાસનો પરિસર, ફિલ્ટર પાડા (ફિલ્ટર પાડા એસ એક્સ 06) આંબ્યાચી ભરણી, રાવતે કમ્પાઉન્ડ, રામ નગર (ટ્રંક મેન ડાયરેક્ટ સપ્લાય એસ એક્સ 07), પાસપોલી ગામ, મોરારજી નગર (મોરારજી નગર, પાસપોલી ગાવ, દરગાહ એસ એક્સ 05) પરિસરમાં સવારના 10 થી બીજા દિવસે સવારના 10 વાગ્યા સુધી પાણી પુરવઠો નહીં થાય. ગાવદેવી ટેકરી, સર્વોદય નગર (એસ એક્સ 10) બપોરે 1 વાગ્યાથી બીજા દિવસે સવારના 9.30 સુધી પાણી પુરવઠો નહીં થાય.
કે વોર્ડમાં ઓછા દબાણથી પાણી
ચકાલા, પ્રકાશ વાડી, ગોવિંદ વાડી, માલપા ડોંગરી ક્રમ 1 અને 2, હનુમાન નગર, મોટા નગર, શિવાજીનગર, શહીદ ભગત સિંઘ કોલોની, ચરત સિંઘ કોલોની, મુકુંદ હોસ્પિટલ, ટેકનિકલ પરિસર, લેલેવાડી, ઈંદિરાનગર, માપખાન નગર, ટાકપાડા, એકપોર્ટ પરિસર, ચિમટપાડા, સાગબાગ, મરોલ ઈંડસ્ટ્રીયલ પરિસર, રામકૃષ્ણ મંદિર માર્ગ, જે.બી.નગર, બગરખા માર્ગ, ક્રાંતીનગર,માં બપોરના 2 વાગ્યાથી સાંજે 5.30 સુધી પાણી પુરવઠા પર અસર થશે.
એલ વોર્ડમાં ક્યાં?
કુર્લા ઉત્તર પરિસર, બરેલી મસ્જિદ, 90 ફૂટ રોડ, કુર્લા-અંધેરી રોડ, જરી-મરી, ઘાટકોપર અંધેરી લિન્ક રોડ, સાવરકર નગર, મહાત્મા ફુલે નગર, તાનાજી નગર, સાકી વિહાર રોડ, મારવા ઔદ્યોગિક માર્ગ નજીક સત્યનગર પાઈપલાઈન પરિસરમાં સવારના 5 થી બપોરે 2 વાગ્યા સુધી પાણી પુરવઠા પર અસર થશે.
એચ પૂર્વમાં ક્યાં અસર થશે?
સવારના 10 વાગ્યાથી બીજા દિવસે સવારના 10 વાગ્યા સુધી બાન્દરા ટર્મિનલ સપ્લાય ઝોન પરિસરમાં ઓછા દબાણથી પાણી પુરવઠો થશે.
G ઉત્તર વોર્ડમાં ક્યાં?
ધારાવી સાંજનો પાણી પુરવઠો (સાંજે 4 થી રાત્રે 9) પરિસર- ધારાવી મુખ્ય માર્ગ, ગણેશ મંદિર માર્ગ, એ.કે.જી. નગર, દિલીપ કદમ માર્ગ, કુંભારવાડા, સંત ગોરાકુંભાર માર્ગ પરિસરમાં પાણી પુરવઠા પર અસર થશે. ધારાવી સવારના પાણી પુરવઠો (સવારના 4 થી બપોરે 12 વાગ્યા સુધી) પ્રેમનગર, નાઈકનગર, જસ્મિન મિલ માર્ગ, માટુંગા લેબર કેમ્પ, 90 ફૂટ રોડ, એમ.જી.માર્ગ, ધારાવી લૂપ માર્ગ, સંત રોહિદાસ માર્ગ પરિસરમાં ઓછા દબાણથી પાણી પુરવઠો થશે.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.