ખુલાસો:રાણા પ્રકરણે હોસ્પિટલને વોર્ડના અધિકારીની કારણ દર્શક નોટિસ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંસદના જ કોઈક માણસે ફોટો ખેંચ્યો હતો એવો હોસ્પિટલનો ખુલાસો

અપક્ષ સાંસદ નવનીત રાણાની સારવાર દરમિયાન લીલાવતી હોસ્પિટલમાં કથિત અનિયમિતતા અંગે પ્રશાસનને મહાપાલિકાની એચ-વેસ્ટ વોર્ડ ઓફિસે, નવનીત રાણાની સારવાર દરમિયાન તબીબી ધોરણોના અનેક કથિત ઉલ્લંઘન અંગે સ્પષ્ટતા માગતી કારણ દર્શક નોટિસ જારી કરી છે.આ પહેલા શિવસેનાના નેતાઓની ટીમે આ મામલે અનેક પ્રશ્નો પૂછ્યા અને જવાબો માગ્યા હતા. મુંબઈના ભૂતપૂર્વ મેયર કિશોરી પેડણેકર, શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદે, રાહુલ કનાલ અને અનિલ કોકિલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ હોસ્પિટલ પહોંચ્યું હતું.શિવસેનાના પ્રતિનિધિમંડળની સાથે મિડિયાકર્મીઓ પણ હતા.

શિવસેનાના નેતાઓએ નવનીત રાણાની લીલાવતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન લેવામાં આવેલી અને સોશિયલ મિડિયા પર ફરતી કરાયેલી તસવીરો પર સવાલ ઉઠાવ્યા હતા. આગેવાનોએ હોસ્પિટલ પાસેથી નવનીત રાણાના એમઆરઆઈ સ્કેન રિપોર્ટની વિગતો માગી હતી. શિવસેનાના નેતાઓએ પૂછ્યું કે સારવાર દરમિયાન હોસ્પિટલમાં નવનીત રાણાનો ફોટો ખેંચવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી?દરમિયાન લીલાવતી હોસ્પિટલના સીઈઓ એસ રવિશંકરે જણાવ્યું હતું કે, એમપી રાણાના પેટ અને કરોડરજ્જુનો એમઆરઆઈ બે અલગ અલગ દિવસે બે વાર કરવામાં આવ્યો હતો.

એક એમઆરઆઈ 6ઠ્ઠી મેની રાત્રે અને બીજો 7મી મેએ સવાર દરમિયાન. સાંસદના સચિવ અથવા કોઈ કાર્યકર એમઆરઆઈ સેન્ટરમાં પ્રવેશવામાં સફળ થયા અને સ્કેનિંગ માટે જવા સમયે કેટલીક તસવીરો ખેંચી લીધી. આવું ન થવું જોઈએ, અમે હોસ્પિટલમાં દરેક જગ્યાએ લખ્યું છે કે ફોટોગ્રાફીની મંજૂરી નથી.

અધિકારીનું શું કહેવું છે ?
અમને એચ વેસ્ટ વૉર્ડના સહાયક મ્યુનિસિપલ કમિશનર ઑફિસ તરફથી તપાસ માટે કારણ દર્શક નોટિસ મળી છે અને અમારે રિપોર્ટ સબમિટ કરવાનો છે. અમે તપાસ કરી રહ્યા છીએ અને સુરક્ષામાં ખામી માટે કોણ જવાબદાર છે તે શોધવાનો પ્રયાસ કરી કેસ નોંધી રહ્યા છીએ. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ રાજકીય પક્ષના દબાણ કે પ્રભાવ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત ખોટી છે.

અન્ય સમાચારો પણ છે...