ભાસ્કર વિશેષ:2017ના આંકડા પ્રમાણે મુંબઈમાં સૌથી વધુ લોકસંખ્યાવાળો વોર્ડ મસ્જિદ બંદર

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી ઓછી વસતિ પશ્ચિમ ઉપનગર ગોરેગાવમાં

રાજ્ય સરકારે લોકસંખ્યા વધારાના આધારે મુંબઈના વોર્ડ અને નગરસેવકોની સંખ્યા 9 વધારવાનો નિર્ણય લીધો છે. મુંબઈના અત્યારના 227 વોર્ડમાં લોકસંખ્યાનું પ્રમાણ ઓછુંવત્તુ છે. ઉપનગરોમાં લોકસંખ્યા વધેલી છે છતાં 2017ની ચૂંટણીના આંકડાઓ અનુસાર સૌથી વધુ લોકસંખ્યા દક્ષિણ મુંબઈના મસ્જિદ બંદર વોર્ડમાં છે. સૌથી ઓછી વસતિ પશ્ચિમ ઉપનગરના ગોરેગાવ વોર્ડમાં હોવાનું જણાયું છે.

વોર્ડની સીમા દર દસ વર્ષે વસતિગણતરીના આધાર બદલાય છે. 2011ની વસતિ ગણતરી અનુસાર 2017માં વોર્ડની સીમાઓ બદલવામાં આવી હતી. લગભગ 50 હજાર નાગરિકો દીઠ એક નગરસેવક અથવા એક વોર્ડની રચના કરવામાં આવે છે. આ ફેરફારના કારણે ગયા વખતની ચૂંટણીના સમયે શહેરના વોર્ડ ઓછા થયા અને ઉપનગરોમાં વોર્ડ વધ્યા હતા. જોકે કુલ વોર્ડ 227 જ હતા. તેથી મુંબઈના વોર્ડમાં 60 હજારથી લઈને 45 હજાર સુધી જેટલું ઓછુવત્તુ પ્રમાણ છે.

ગયા વખતની વસતિ ગણતરી સમયે મુંબઈનો વસતિવધારા દર 3.87 ટકા હતો. એના આધારે 8.78 એટલે કે 9 વોર્ડ વધારવામાં આવશે. જોકે આ 9 વોર્ડ વધારતા લોકસંખ્યાના આધારે બધા વોર્ડને અસર થશે એ નક્કી છે. મુંબઈના 24 પ્રશાસકીય વોર્ડનો વિચાર કરતા પશ્ચિમ ઉપનગરોમાં મલાડમાં વસતિ સૌથી વધારે છે. સૌથી મોટા ક્ષેત્રફળ અને વસતિની ઘનતાવાળો આ વોર્ડ છે. સૌથી ઓછી વસતિ મસ્જિદ બંદરના ભાગવાળો બી વોર્ડ છે. જોકે વોર્ડનો વિચાર કરતા બી વિભાગના વોર્ડમાં સૌથી વધુ વસતિ છે.

વોર્ડમાં ફેરફાર થવાની શક્યતા
લોકસંખ્યાના આધારે બધા વોર્ડમાં વસતિની સંખ્યા સમાન કરવાનો નિર્ણય લેવામાં આવે તો બધા પ્રશાસકીય વોર્ડ પર અસર થશે. જોકે કેટલાક વોર્ડ બીજા પ્રશાસકીય વોર્ડમાં જાય એવી શક્યતા છે. તેથી નાગરિકોએ પોતાનો વોર્ડ એ જ રહેશે કે નહીં એ જોવું પડશે.

અન્ય સમાચારો પણ છે...