ફરિયાદ:વક્ફ જમીન ભ્રષ્ટાચાર પ્રકરણે નવ જણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાઓનો કારભાર પારદર્શક થાય માટે વક્ફ મંડળ મારફત ઉપાયયોજના

રાજ્યમાં વક્ફ મંડળ પાસે નોંધણીકૃત સંસ્થાઓમાં ભ્રષ્ટાચારને રોકવા માટે કઠોર પગલાં ભરવામાં આવશે એમ અલ્પસંખ્યાક વિકાસમંત્રી નવાબ મલિકે સ્પષ્ટ કર્યું હતું. મરાઠવાડામાં જાલના જિલ્લામાં પરતૂર ખાતે વક્ફ જમીનની ગેરકાયદે ખરીદી-વેચાણ પ્રકરણે 9 જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર રાજ્ય વક્ફ મંડળના પ્રયત્નોને લીધે આ કાર્યવાહી થઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

પરતૂર નગરપરિષદ હદમાં વક્ફ મંડળમાં નોંધણી કરેલ સંસ્થાઓ પાસેની ઈનામી જમીનની ગેરકાયદે ખરીદી-વેચાણ કરવું, તેમ જ કેટલીક જમીન પર અતિક્રમણ કરીને બાંધકામ કરવા પ્રકરણે જાલના જિલ્લા વક્ફ અધિકારીઓની ફરિયાદ પરથી પરતૂર પોલીસ સ્ટેશનમાં 9 જણ વિરુદ્ધ ગુનો છે. રાજ્ય વક્ફ મંડળના મુખ્ય કાર્યકારી અધિકારી અનિસ શેખે આ માહિતી આપી હતી એમ તેમણે જણાવ્યું હતું.

વક્ફ મંડળમાં નોંધણીકૃત ટ્રસ્ટ, સંસ્થાઓ દ્વારા મુસ્લિમ સમાજના હિતના કામ કરવામાં આવે છે. કેટલાક બદઈરાદાવાળા લોકો એનો ગેરફાયદો ઉઠાવે છે. એ રોકવા માટે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. પરતૂર ખાતે કબ્રસ્તાનકી મસ્જિદ અને મજાર હજરત આલમ શાહ (સુલેમાન શાહ કી મસ્જિદ) વક્ફ કાયદા અંતર્ગત નોંધણીકૃત છે.

વક્ફ મંડળ મારફત કઠોર ઉપાયયોજના છેલ્લા બે વર્ષમાં વક્ફ ઈનામ જમીન ગેરકાયદે ખાલસા કરવી, વેચવી, ગેરકાયદે ભાડે આપવી, વગેરે ગેરવ્યવહારમાં રાજ્યના વિવિધ ઠેકાણે સાત પ્રકરણોમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બીડ જિલ્લાના આષ્ટી પ્રકરણમાં ઉપજિલ્લાધિકારીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં વક્ફ મંડળ અંતર્ગત લગભગ 30 હજાર સંસ્થાઓ નોંધણીકૃત છે. તેમનો કારભાર પારદર્શક થાય એ માટે વક્ફ મંડળ મારફત કઠોર ઉપાયયોજના કરવામાં આવશે. ગેરવ્યવહાર કરતી સંસ્થાઓ પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે એમ મલિકે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...