વાનખેડેનો કાર્યકાળ પૂરો:31મી ડિસેમ્બરે NCBમાં વાનખેડેનો કાર્યકાળ પૂરો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતીય મહેસૂલ સેવા ઑફિસર અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઇ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેનો 31 ડિસેમ્બરે કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. મુંબઇ ક્રુઝ ડ્રગ કેસમાં તપાસની આગેવાની કરનાર અને ચર્ચાસ્પદ બનેલા સમીર વાનખેડે આ કિસ્સામાં, બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યનને 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કર્યાં પછી અનેક વિવાદોમાં આવ્યા હતા.

વાનખેડેના જણાવ્યા અનુસાર, ઑગસ્ટમાં જારી કરાયેલા આદેશ મુજબ, એનસીબી સાથેનો મારો કાર્યકાળ 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થાય છે. હું પદભાર સોંપણી માટે આગામી સૂચનોની રાહ જોઈશ. એક્સ્ટેંશન માગવાનો નથી. દરમિયાન વાનખેડેને આ અગાઉ સપ્ટેમ્બરમાં ચાર મહિનાનું એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું.

2008ની બેચની ભારતીય મહેસૂલી સેવા (આઇઆરએસ) અધિકારી વાનખેડે, મહારાષ્ટ્ર પોલીસન નિવૃત્ત અધિકારી જ્ઞાનદેવ વાનખેડેના પુત્ર છે. વાનખેડેએ તેમણે ઓગસ્ટ - ડિસેમ્બર 2020 દરમિયાન 96 લોકોની ધરપકડ અને 28 કેસ કર્યા હતા. 2021માં નોંધાયેલા 117 કેસમાં તેમણે 234 જણની ધરપકડ કરી આશરે 1000 કરોડના મૂલ્યનું 1791 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી લઈ અને રૂ. 11 કરોડથી વધુની સંપત્તિઓ ફ્રીઝ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...