મલિકનો નવો બોમ્બ:વાનખેડેની માતાના બે ડેથ સર્ટિઃ મલિકનો નવો બોમ્બ

મુંબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી દસ્તાવેજો માટે હિંદુ જાતિ દર્શાવ્યાનો આરોપ

અલ્પસંખ્યાક મંત્રી નવાબ મલિકે ફરીથી એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પર આરોપોનો નવો બોમ્બ ફોડ્યો હતો. વાનખેડેના માતા જાહિદાના બે ડેથ સર્ટિફિકેટ બનાવવામાં આવ્યાનો આરોપ મલિકે કર્યો હતો. તેથી આરોપોની પરંપરા કયો વળાંક લે છે એ જોવું મહત્વનું રહેશે. નવાબ મલિકે ગુરુવારે સવારના બે ટ્વિટ કર્યા હતા. એમાંથી પહેલા ટ્વિટમાં જણાવ્યું કે મિત્રો સતર્ક રહો, બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. એ પછી થોડા સમયમાં જ વધુ એક ટ્વિટ કરતા સમીર વાનખેડેને નિશાન બનાવ્યો હતો.

વધુ એક ફર્જીવાડા….અંતિમ સંસ્કાર કરતા મુસ્લિમ અને સરકારી દસ્તાવેજો માટે હિંદુ? ધન્ય છો દાઉદ જ્ઞાનદેવ એમ બીજા ટ્વિટમાં જણાવ્યું હતું. આ દાવો કરતા મલિકે કેટલાક કાગળપત્રોના ફોટો ટ્વિટ કર્યા હતા.સમીર વાનખેડેના માતા જાહિદા જ્ઞાનદેવ વાનખેડેની મહાપાલિકાના ડેથ રજિસ્ટરી રેકોર્ડમાં મુસ્લિમ તરીકે નોંધ છે. ડેથ રેકોર્ડમાં હિંદુ નોંધ છે. ડેથ રજિસ્ટરમાં મૃત્યુની તારીખ 16 એપ્રિલ 2015 છે. એમાં મુસ્લિમ તરીકેની નોંધ છે. ડેથ રિપોર્ટ 17 એપ્રિલ 2015નો છે. એમાં જાહિદા વાનખેડે હિંદુ હોવાની નોંધ કરવામાં આવી છે એવો દાવો મલિકે કર્યો હતો.

ફક્ત ચોવીસ કલાકમાં મહાપાલિકાના બે મહત્વના કાગળપત્રોમાં જુદી જુદી નોંધ હોવાની બાબત જાહેર થઈ હોવાનું મલિકનું જણાવવું છે. ડેથ રજિસ્ટરમાં મુસ્લિમ નોંધ નહોતી છતાં મુસ્લિમ રીતરિવાજ પ્રમાણે ઓશિવરા ખાતેના કબ્રસ્તાનમાં દફનવિધી પાર પડી. જાહિદા વાનખેડેનું ડેથ રજિસ્ટર અને ડેથ સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...