તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લેપ્ટોસ્પાઈરોસિસનું સંક્રમણ:પગમાં જખમ સાથે વરસાદી પાણીમાં ચાલવાથી લેપ્ટોસ્પાઈરોસિસ થઈ શકે

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મેડિકલ સલાહ અનુસાર 72 કલાકની અંદર સારવાર કરાવવી જરૂરી

મુંબઈ મહાપાલિકા ક્ષેત્રમાં 9 જૂન 2021થી વરસાદની શરૂઆત થઈ છે. આ દરમિયાન ધીમી ગતિએ નિકાલ થઈ રહેલા પાણીમાંથી ચાલતા ગમબૂટ પહેર્યા ન હોય એવા વ્યક્તિઓને લેપ્ટોનું સંક્રમણ થવાની શક્યતા વધુ હોય છે. જે વ્યક્તિઓને શરીર પર જખમ અથવા ખંજવાળેલા ભાગનો ભરાયેલા પાણી સાથે સંપર્ક થયો હોય એવા વ્યક્તિને લેપ્ટોનું સંક્રમણ થવાની શક્યતા વધારે હોય છે. તેથી ચોમાસાના પાણીના સંપર્કમાં આવેલા વ્યક્તિએ 24 થી 72 કલાકમાં મેડિકલ સલાહ લઈને પ્રતિબંધાત્મક સારવાર કરીને લેવી જરૂર છે એવી અત્યંત મહત્ત્વની સૂચના મહાપાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. મંગલા ગોમારેએ કરી છે.

અતિવૃષ્ટિ દરમિયાન વરસાદના ભરાયેલા પાણીમાં અથવા વહેતા પાણીમાં નાગરિકોએ ચાલવું પડે છે. આ જ પાણીમાં લેપ્ટોસ્પાયરા નામના સૂક્ષ્મજંતુઓ હોઈ શકે છે. ઉંદર, ઘોડા, કૂતરા, ભેંસ વગેરે પ્રાણીઓના પેશાબ દ્વારા લેપ્ટોના સૂક્ષ્મજંતુ ચોમાસાના પાણીમાં ભળે છે. આવા પાણીનો માનવ સાથે સંપર્ક થાય તો લેપ્ટો થવાનું જોખમ રહે છે.

ઉપરાંત વ્યક્તિના પગ અથવા શરીરના કોઈ પણ ભાગમાં જખમ હોય અથવા ખંજવાળેલું હોય તો આવા નાના જખમમાંથી પણ લેપ્ટોના જંતુ માનવના શરીરમાં પ્રવેશ કરે છે. તેથી જે વ્યક્તિનો ચોમાસાના પાણી સાથે સંપર્ક થયો હોય એણે તાત્કાલીક મેડિકલ સલાહ અનુસાર પ્રતિબંધાત્મક સારવાર કરાવવી એવી હાકલ ડો. ગોરેએ કરી છે. આ બાબતે મહાપાલિકાના સાર્વજનિક આરોગ્ય ખાતા દ્વારા અતિરિક્ત મહત્ત્વની માહિતી જણાવવામાં આવી છે.

અતિજોખમી જૂથના વ્યક્તિઓ
જે વ્યક્તિ ચોમાસામાં ભરાયેલા પાણીમાંથી એક કરતા વધુ વખત ચાલી હોય અથવા જેણે ભરાયેલા પાણીમાં કામ કર્યું છે (ઉદાહરણ તરીકે બચાવકાર્ય કરતા મહાપાલિકા કર્મચારી) એવા વ્યક્તિ લેપ્ટો મુજબ અતિજોખમી જૂથમાં આવે છે. ડોકટરે આ વ્યક્તિની જરૂરી તપાસ કર્યા બાદ ડોક્સીસાયક્લીન (200 મિલીગ્રામ) કેપ્સ્યૂલ છ અઠવાડિયા સુધી અઠવાડિયે એક વખત લેવાનું જણાવવાનું છે.

ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકો માટે
ગર્ભવતી મહિલાઓ અને 8 વર્ષથી નીચેના બાળકોને ડોક્સીસાઈક્લીન કેપ્સ્યૂલ આપવી નહીં. એના બદલે ગર્ભવતી મહિલાઓને 500 મિલીગ્રામ એઝિથ્રોમાઈસિન ટેબ્લેટ અને 8 વર્ષથી ઓછી ઉમરના બાળકોને 200 મિલીગ્રામ એઝિથ્રોમાઈસિન સિરપ આપવાની છે. આ પ્રતિબંધાત્મક દવાઓ ડોકટરની સલાહ અનુસાર લેવાની છે.

અન્ય સમાચારો પણ છે...