તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં મિની લોકડાઉન:દુકાનો પરના નિયંત્રણો સામે વેપારી સંગઠનોનો ઉગ્ર વિરોધ

મુંબઈ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમાં કોરોના અનિયંત્રિત થતાં પ્રશાસન દ્વારા કડક નિયંત્રણો લગાવવા ફરજિયાત બન્યા
 • મહારાષ્ટ્રમાં મિની લોકડાઉન લાગવાના કારણે રિટેઈલરોને સૌથી મોટો ફટકો પડશે અને લાખ્ખો શ્રમિકોના રોજગાર જશે

મહારાષ્ટ્રમાં મિની લોકડાઉનમાં દુકાનો પર નિયંત્રણો સામે વેપારી સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને નાના દુકાનદારો આર્થિક ભીંસમાં સપડાશે અને તેમની સાથે લાખ્ખો લોકોની રોજીરોટી છિનવાઈ જશે, જેથી સરકારને પુનઃવિચાર કરવા માટે વેપારી સંગઠનો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

કેઈટના રાષ્ટ્રીય વરિષ્ઠ ઉપાધ્યક્ષ કીર્તિ રાણાએ જણાવ્યું હતું કે વેપારીઓ માટે એપ્રિલ મહત્ત્વપૂર્ણ મહિનો છે. 20 એપ્રિલ પૂર્વે જીએસટી ચૂકવી દેવા પડે છે, જે નહીં થતાં વિલંબ શુલ્ક, દંડ અને વ્યાજ ભરવા પડે છે. 31 માર્ચ પૂરો થયો હોવાથી ખાતાવહીઓ બંધ કરવાનું બાકી છે. સરકારી તિજોરીમાં કર ભરવાનું બાકી છે.

વળી એપ્રિલ પછી તહેવારની મોસમ શરૂ થાય છે, જેમાં નવરાત્રિ, રામનવમી, ચેત્તીચાંદ, મહાવીર જયંતી, હનુમાન જયંતી ધંધાના દિવસો હોય છે. આવા સંજોગોમાં દુકાનો બંધ રાખવાથી આ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ ઊભી થશે. કોરોનાને રોકવા માટે ફક્ત દુકાનો બંધ રાખવાનું ઉચિત નથી. ખરેખર તો સર્વ અન્ય આસ્થાપનાઓ અને જાહેર લેણદેણ કરતી સેવાઓ પણ બંધ રાખવી જરૂરી છે. રાજ્યમાં કોઈ પણ પ્રકારની અવરજવર નહીં હોવી જોઈએ, પરંતુ આવું લોકડાઉન રાજ્યની અર્થવ્યવસ્થાને માઠી અસર કરે એમ હોવાથી દુકાનો સાવ બંધ કરવાને બદલે સવારે 11થી સાંજે 5 સુધી ચલાવવા માટે પરવાનગી આપવી જોઈએ. વેપારી સંગઠનો સાથે સહયોગમાં કોવિડ સુરક્ષા પ્રોટોકોલના કડક પગલાંની ખાતરી રાખવી જોઈએ. બજારમાં આવવા- જવાના માર્ગો પર નિયમન હોવું જોઈએ. રાજ્યના દરેક જિલ્લાના મુખ્ય વેપારી આગેવાનો સાથે બેઠક યોજીને ઉચિત માર્ગ કાઢવો જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

હોટેલિયરો પણ મિની લોકડાઉનથી પરેશાન
દરમિયાન હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયાના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે સરકારે વચલો માર્ગ કાઢવો જોઈએ. અમને બંધ રખાવો પણ માલિકો, કર્મચારીઓ અને તેમના પરિવારો વિશે પણ વિચારવું જોઈએ. તેમના પગારની સંભાળ લેવી જોઈએ. પ્રોપર્ટી ટેક્સનો બોજો દૂર કરવો જોઈએ, કાનૂની ફી માફ કરવી જોઈએ. ઉદ્યોગ ફરી સંપૂર્ણ કાર્યરત નહીં થાય ત્યાં સુધી વીજ અને પાણી બિલો માફ કરવાં જોઈએ. સરકારનાં પગલાંને અમે સમજીએ છીએ, પરંતુ અમારી સાથે પણ ખર્ચ સંકળાયેલો છે, જે હવે અમને સહન થાય એમ નથી. અમે સરકારની પડખે રહ્યા છીએ, પરંતુ આ વખતે સરકારે અમારી પડખે રહેવું જોઈએ.

રિટેઈલ વેપારોનો વિનાશ થઈ શકે
દરમિયાન ફેડરેશન ઓફ રિટેઈલ ટ્રેડર્સ એસોસિયેશન (એફઆરટીડબ્લ્યુએ)ના પ્રમુખ વિરેન શાહે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે સરકારના નવા વટહુકમથી સર્વ બિન- જરૂરી વસ્તુઓની દુકાનો લોકડાઉન હેઠળ આવી ગઈ છે. મુંબઈ સહિત રાજ્યમાં આને કારણે રિટેઈલ વેપારોનો વિનાશ થઈ શકે છે. કોરોનાની ચેઈન તોડવાનું આવશ્યક છે તે અમે સમજીએ છીએ, પરંતુ દુકાનદારો કર્મચારીઓના પગાર, દુકાનનાં ભાડાં અને કર ચૂકવી શકે તે માટે નિયંત્રણો સાથે તેમને દુકાનો ચાલુ રાખવા દેવા જોઈએ.

લાખ્ખો લોકોની નોકરી પર તરાપ
અસંગઠિત ક્ષેત્રમાં લાખ્ખો લોકોની નોકરી પર તરાપ આવી શકે છે. આથી સરકારે હજુ પણ સહાનુભૂતિપૂર્વક આ વિચારવું જોઈએ અને બિન- જરૂરી ચીજવસ્તુઓ વેચનારી દુકાનોને એપ્રિલ અંત સુધી ચાલુ રાખવા દેવા જોઈએ, એમ પણ તેમણે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો