આદેશ:દવા ઉત્પાદકો દ્વારા ઔષધ અને સૌંદર્ય પ્રસાધન કાયદાનું ઉલ્લંઘન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 95 ઉત્પાદકોને કારણ દર્શાવો નોટિસ, 16 કંપનીને કામ બંધ કરવાનો આદેશ

રાજ્યની દવા ઉત્પાદક કંપનીઓ ઔષધોનું ઉત્પાદન કરતા ઔષધ અને સૌંદર્ય પ્રસાધન કાયદાનું પાલન કરતી ન હોવાનું જણાયું છે. પરિણામે અન્ન અને ઔષધ પ્રશાસને જાન્યુઆરીથી માર્ચ દરમિયાન કરેલા 655 ઉત્પાદકોની તપાસમાં આ બાબત પ્રકાશમાં આવી છે.

એમાંથી 95 ઉત્પાદકોએ ઔષધનું ઉત્પાદન કરતા કાયદાનો ભંગ કર્યાનું ધ્યાનમાં આવતા તેમને કારણ દર્શાવો નોટિસ બજાવી છે. એ સાથે એમાંના 16 ઉત્પાદકો પર ગંભીર ચાર્જ હોવાથી તેમને કામકાજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ઔષધ અને સૌંદર્ય પ્રસાધન કાયદા અનુસાર ઔષધોનું ઉત્પાદન કરવા મહત્વના નિયમ તૈયાર કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવું ઉત્પાદકો માટે ફરજિયાત છે. ઉત્પાદક નિયમોનું પાલન કરે છે કે નહીં એની તપાસ કરવાની જવાબદારી એફડીએ પર છે. એ અનુસાર એફડીએ મારફત ઉત્પાદક કંપનીઓની તપાસ કરવામાં આવે છે.

કાયદાનું ઉલ્લંઘન કરતા ઉત્પાદક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. એના જ ભાગ તરીકે એફીડીએએ જાન્યુઆરીથી માર્ચના સમયગાળામાં રાજ્યના ઉત્પાદકોની તપાસ કરી હતી. એમાં કોકણ વિભાગના 366, મુંબઈ વિભાગના 52, પુણે વિભાગના 104, નાશિક વિભાગના 43, ઔરંગાબાદ વિભાગ 47, નાગપુર વિભાગ 22 અને અમરાવતી વિભાગના 21 ઉત્પાદકોનો સમાવેશ છે.

આ 655 ઉત્પાદકોમાંથી 95 ઉત્પાદકો કાયદાનું પાલન કરતા ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ બધાને કારણ દર્શાવો નોટિસ બજાવવામાં આવી છે. એમાં 16 ઉત્પાદક કંપનીમાં ગંભીર સ્વરૂપની ત્રુટિ મળવાથી તેમને કામકાજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યાની માહિતી એફડીએ તરફથી આપવામાં આવી હતી.

17 પ્રકરણમાં સુધારાની શક્યતા હોવાથી તેમને જરૂરી સુધારા કરવા આ સંબંધી અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કારણ દર્શાવો નોટિસનો કંપનીઓ તરફથી શું જવાબ આવે છે એ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમાં દોષી જણાનાર કંપનીના લાયસંસ સસપેન્ડ કરવા સાથે સખત કાર્યવાહી કરવામાં આવશે એમ એફડીએએ સ્પષ્ટ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...