તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોવિડના નિયમોનું ઉલ્લંઘન: ફિલ્મી ક્રુ સભ્યો સામે ગુનો

મુંબઈ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફિલ્મનો સેટ બનાવવા 100થી વધુ લોકો ભેગા થયા

પાલઘર જિલ્લામાં કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના ફિલ્મી સેટ ઊભો કરતાં મળી આવેલા 100થી વધુ ફિલ્મી ક્રુના સભ્યો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગુરુવારે આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. 24 માર્ચે પાલઘરના વસઈમાં સનસિટી ગ્રાઉન્ડમાં ફિલ્મનો સેટ ઊભો કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

સાઈટ પર 100થી વધુ ક્રુ સભ્યો કામ કરી રહ્યા છે અને નિયમોનું સરિયામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે એવી માહિતી મળતાં પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તે સમયે ક્રુ સભ્યો માસ્ક નહીં પહેરવો, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવું જેવા નિયમોનું ઉલ્લંઘન કરતાં મળી આવ્યા હતા. આથી અમુક ફિલ્મી ક્રુના સભ્યો સામે ભારતીય ફોજદારી સંહિતાની કલમ 188 (સરકાર દ્વારા જારી આદેશનું ઉલ્લંઘન), 269 (જીવ માટે ખતરનાક કોઈ પણ રોગના ચેપના ફેલાવાની શક્યતા ધરાવતું બેદરકારીભર્યું કૃત્ય) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ મીરા ભાયંદર- વસઈ વિરાર પોલીસ કમિશનરેટ હેઠળ આવતા માણિકપુર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું.

આ સંબંધમાં હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી એમ પોલીસે જણાવ્યું હતું. જોકે ફિલ્મનું નામ અને અન્ય વિગતો પોલીસે આપી નહોતી. નોંધનીય છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં રોજ કોવિડના નવા કેસમાં ઉછાળો આવી રહ્યો છે અને મૃત્યુ પણ વધી રહ્યા છે, જેને લીધે સ્થાનિક પ્રશાસનોએ કોવિડના નિયમોનું કડક પાલન કરાવવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો