નવો વિવાદ:પંચાયત ચૂંટણી ટાણે શિવસેનાના વધુ એક નેતાનો વીડિયો વાઈરલ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામદાસ કદમ- અનિલ પરબ વિવાદ શમ્યો નથી ત્યાં નવો વિવાદ

રત્નાગિરિ જિલ્લામાં દાપોલી નગર પંચાયતની ચૂંટણી ટાણે જ શિવસેનાના નેતા રામદાસ કદમ અને અનિલ પરબ વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો છે. રામદાસ કદે રત્નાગિરિ જિલ્લાના પાલકમંત્રી પરબ પર દાપોલી વિધાનસભા ક્ષેત્રની શિવસેના રાષ્ટ્રવાદીને તાસક પર ધરી આપવાનો દાવ છે એવી ટીકા કરતાં ખળભળાટ મચી ગયો હતો. માજી વિધાનસભ્ય સૂર્યકાંત દળવી, માજી વિધાનસભ્ય સંજય કદમનાં હાથોમાં શિવસેનાનાં સૂત્રો આપીને વર્તમાન વિધાનસભ્ય યોગેશ કદમને બાજુમાં રાખવાથી રામદાસ કદમ અને અનિલ પરબ વચ્ચે વિવાદ સંગઠન સ્તરે આવ્યો છે. આથી પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે હવે શું નિર્ણય લે છે તેની પર બધાની મીટ મંડાયેલી છે.

હવે વધુ એક વિડિયો વાઈરલ થયો છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની જનઆશીર્વાદ યાત્રામાં શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય સૂર્યકાંત દળવીએ મુલાકાત લીધી હતી. તે સમયે દળવીને મંચ પર સન્માનનું સ્થાન મળ્યું હતું. તેમાં દળવી રાણેને મંચ પર નમસ્કાર કરતાં દેખાય છે. ખેડ નાતુનગર ખાતેનો આ વિડિયો હોઈ તે સમયે રાણેએ રાયગડ ખાતે ઠાકરેની ટીકા કરી હતી, જે પછી થોડા જ સમયમાં દળવી અને રાણેની મુલાકાત થઈ હતી. આથી દળવી સામે હવે ઠાકરે શું કાર્યવાહી કરશે એવો સવાલ હકાલપટ્ટી કરવામાં આવેલા દાપોલીના શિવસેનાના તાલુકા પ્રમુખ પ્રદીપ સુર્વેએ જણાવ્યું હતું. દરમિયાન દળવીએ જણાવ્યું કે રામદાસ કદમ જ ગદ્દાર છે. રાણે કોંગ્રેસમાં ગયા ત્યારે તે પણ જવાના હતા, પરંતુ વિરોધી પક્ષ નેતાપદ મળવાથી તેઓ ગયા નહીં.

અન્ય સમાચારો પણ છે...