ગૌરવપૂર્ણ કારકિર્દી:મહત્ત્વપૂર્ણ ફરજ બજાવનાર વાઈસ એડમિરલ પવાર નિવૃત્ત

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફેબ્રુઆરી 2019ના પુલવામા હુમલા પછી ભારતીય નૌકા દળની ઝડપી હિલચાલ સહિત અન્ય અનેક મહત્ત્વપૂર્ણ ઝુંબેશની દેખરેખ સમર્થ રીતે પાર પાડનારા ભારતીય નૌકા દળના સહ નૌસેનાધ્યક્ષ વાઈસ એડમિરલ મુરલીધર સદાશિવરાવ પવાર આશરે 40 વર્ષની દીર્ઘ અને ગૌરવપૂર્ણ કારકિર્દી પછી નિવૃત્ત થયા છે.

ભારત- ચીન દરમિયાન ગલવાન ખીણમાં સંઘર્ષ સહિત અન્ય અનેક મહત્ત્વપૂર્ણ કામગીરી તેમણે સફળતાથી હાથ ધરી હતી. 1 ફેબ્રુઆરી, 2019ના રોજ તેમણે સહ નૌસેનાધ્યક્ષપદનો પદભાર સંભાળી લીધો હતો. તેઓ પુણે નજીક ખડકવાસલાના રાષ્ટ્રીયસંરક્ષણ પ્રબોધિનીના સ્નાતક હતા. કોસ્ટ ગાર્ડમાં પણ તેમણે મહત્ત્વપૂર્ણ હોદ્દા શોભાવ્યા હતા. 1998માં તેમને નૌસેનાધ્યક્ષનું પ્રશસ્તિપત્ર, 2003માં મોરિશિયલ પોલીસ કમિશનરનું પ્રશસ્તિપત્ર, 2010માં વિશિષ્ટ સેવા મેડલ, 2016માં અતિવિશિષ્ટ સેવા મેડલ અને 2021માં પરમવિશિષ્ટ સેવા મેડલથી તેમને નવાજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...