તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વરિષ્ઠ અભિનેત્રી શશીકલાનું નિધન

મુંબઈ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 100થી વધુ ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રીને 2007માં પદ્મશ્રી એનાયત થયેલો

વરિષ્ઠ અભિનેત્રી શશીકલાનું 88 વર્ષની ઉંમરે મુંબઈમાં પોતાના ઘરે નિધન થયું હતું. તેમના નિધનથી ફિલ્મજગતમાં શોક છવાયો હતો. શશીકલાનું ફિલ્મસૃષ્ટિમાં ખૂબ મોટું યોગદાન હતું. મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરતા કરતા તેમણે ખલનાયિકા તરીકે નોખી છાપ પાડી હતી. સોલાપુરના એક સુખીસંપન્ન ઘરમાં તેમનો જન્મ થયો હતો. શશીકલાનું બાળપણ એશોઆરામમાં વીત્યું હતું. નાનપણથી તેમને નૃત્ય અને અભિનયનો શોખ હતો. 5 વર્ષની ઉંમરથી જ તેમણે નૃત્ય, ગાયન અને અભિનય કરવાનું શરૂ કર્યું હતું.

પિતા આર્થિક રીતે ખુવાર થવાથી ગુજરાન માટે કુટુંબ સહિત મુંબઈ આવ્યા હતા. એ સમયે શશીકલા 7 કે 8 વર્ષના હતા. મુંબઈમાં તેમની ઓળખાણ નુરજહાં સાથે થઈ જેમણે શશીકલાના કલાને પારખી. એ પછી નુરજહાંના પતિ શૌકત રિઝવીની ફિલ્મ ઝીનતમાં શશીકલાને કામ મળ્યું. એ પછી જુગનુ અને અન્ય ત્રમચાર ફિલ્મોમાં તેમણે મહિનાના રૂ. 400 મહેનતાણામાં કામ કર્યું.

આ ફિલ્મો પછી તત્કાલીન નિર્માતાઓ વી. શાંતારામ, પી.એન.અરોરા, અમિયા ચક્રવર્તીનું ધ્યાન તેમના પર ગયું. 1953માં વી. શાંતારામે તીન બતી ચાર રાસ્તા ફિલ્મમાં કામ આપ્યું. 4 ઓગસ્ટ 1932ના જન્મનાર આ અભિનેત્રીના 20 વર્ષની ઉંમરે કે.એલ.સાયગલના સંબંધી ઓમપ્રકાશ સાયગલ સાથે લગ્ન થયા અને શશીકલા જાવળકરમાંથી તેઓ શશીકલા સાયગલ બન્યા. લગ્ન પછી તેમને બે પુત્રીઓ થઈ.

2007માં પદ્મશ્રી
1962માં ફિલ્મ આરતી માટે અને 1963માં ફિલ્મ ગુમરાહ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ તેમણે મળ્યો હતો.

100 કરતા વધુ ફિલ્મો
પોતાની કારકિર્દીમાં શશીકલાએ 100 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું. તેમણે સુજાતા, હરિયાલી ઔર રાસ્તા, બંધન, નૌ દો ગ્યારહ, કાનૂન, અનપઢ, રોકી, ક્રાંતી, સરગમ, કભી ખુશી કભી ગમ, મુઝસે શાદી કરોગી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ઉપરાંત નાના પડદે તેમણે કિસે અપના કહેં, સોનપરી, જીના ઈસી કા નામ હૈ જેવી ટીવી સીરિયલોમાં પણ અભિનય કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો