તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કેન્સરગ્રસ્ત વરિષ્ઠ અભિનેત્રી શગુફ્તા અલી આર્થિક ભીંસમાં

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર પછી ઘરેણા વેચીને ગુજરાન ચલાવ્યું પણ હવે વેચવા કંઈ જ નથી

અનેક ટીવી સીરિયલોમાં કામ કરનાર વરિષ્ઠ અભિનેત્રી શગુફ્તા અલી અત્યારે બીમારી અને આર્થિક મુશ્કેલીની સાણસીમાં સપડાયા છે. તેમની મદદ માટે હવે અનેક જણ આગળ આવ્યા છે અને એક ચેનલે રૂ. 5 લાખની મદદ કરી છે. શગુફ્તા અલી પાસે છેલ્લા ચાર વર્ષથી કામ નથી. કેન્સની બીમારી, સારવાર માટે કેમોથેરપીનો ખર્ચ, જેવી પરિસ્થિતિનો તેઓ સામનો કરી રહ્યા છે. આજની તારીખે ઘર ચલાવવા તેમની પાસે રૂપિયા નથી. ઘરેણાં વેચીને તેઓ ગુજરાન ચલાવી રહ્યા છે.

જીંદગીભરની બચત બીમારીની સારવારમાં ખર્ચ થયાનું એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું. મને ત્રીજા સ્ટેજનું કેન્સર થયું હતું. ખૂબ ધીરજથી મેં કેન્સનો સામનો કર્યો અને બચી ગઈ. દરેક કેમોથેરપીમાં એમ લાગતું કે મારો નવો જન્મ થયો છે. છતાં મેં મારુ કામ અને જવાબદારીઓ બરાબર પાર પાડી. મેં આજ સુધી બીમારી માટે કોઈની પાસે હાથ લંબાવ્યો નથી. મારી કાર અને ઘરેણાં વેચીને દિવસ પસાર કર્યા છે. એક વખત કામ મળશે એટલે બધું સારું થઈ જશે એમ તેમણે જણાવ્યું હતું. એ પછી તેમની મદદ અનેક લોકો આવ્યા છે. એક ચેનલે પણ રૂ. 5 લાખની મદદ કરી છે.

એક ટીવી શોમાં તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. હું 36 વર્ષથી અભિનય કરું છું. એમાંથી 32 વર્ષ સારા ગયા. ખૂબ સ્ટ્રગલ કરી, કામ કર્યું. કુટુંબને પણ સંભાળ્યું. પણ છેલ્લા ચાર વર્ષમાં ઘણા ઓડિશન આપવા છતાં મને કામ મળ્યું નથી. એ પછી તબિયતની સમસ્યાને લીધે ઘણો શારીરિક ત્રાસ સહન કર્યો. હવે આ સહન થતું નથી. આ ઈંડસ્ટ્રી મારું ઘર છે એવા શબ્દોમાં તેમણે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.

સીન્ટા મદદે આવી
સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન સંસ્થા હવે શગુફ્તા અલીની મદદે આવી છે. શગુફ્તાની મુલાકાત લઈને શક્ય એટલી મદદ કરશું. કલાકારોના માધ્યમથી તેમના માટે ભંડોળ ઊભું કરશું અને વ્યક્તિગત સ્તરે પણ મદદ કરશું એમ સિન્ટાના વરિષ્ઠ સંયુક્ત સચિવ અમિત બહલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...