તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મુંબઈનાં કુલ પ્રદૂષણમાં 25 ટકા ફાળો વાહનોનો

મુંબઈ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવા વર્ષની શરૂઆતથી બગડેલી મુંબઈની હવા અત્યારે પણ ખરાબ

મુંબઈ મહાનગર પ્રદેશના વાયુ પ્રદૂષણમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. વાયુ પ્રદૂષણ બાબતે અભ્યાસ કરનારા વાતાવરણ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર નવા વર્ષની શરૂઆતથી બગડેલી મુંબઈની હવા હંમણાં પણ એવી જ છે. માઝગાવ, મલાડ, બોરીવલી, અંધેરી અને ચેંબુર પરિસરમાં હવા સતત પ્રદૂષિત નોંધવામાં આવી રહી છે. ખાસ કરીને શહેરમાં હવાનું સ્તર દિવસે દિવસ ખરાબ થઈ રહ્યું છે.

બીજી તરફ કુલ પ્રદૂષણમાં 25 ટકા ફાળો વાહનોને કારણે થતા પ્રદૂષણનો છે. એ રોકવા માટે ઈલેકટ્રિક વાહનો સાથે હરિત ઊર્જા તરફ આપણે વળવું પડશે. લોકડાઉનને લીધે મુંબઈમાં હવાનો દરજ્જો સુધર્યો હતો. પણ લોકડાઉન હળવો થતા હવાનો દરજ્જો ફરીથી ખરાબ થવા માંડ્યો. કમોસમી વરસાદ, વધેલી ઠંડી અને વાદળિયુ વાતાવરણ જેવા હવામાનના ફેરફારોથી મુંબઈ પ્રદૂષિત થવા લાગ્યું. માર્ચ મહિનામાં પણ આવી જ પરિસ્થિતિ છે.

મુંબઈમાં રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધી છે. એના લીધે પ્રદૂષણમાં ઉમેરો થયો છે. બંધ કારખાનાઓ, ઉદ્યોગો ફરીથી શરૂ થયા છે. ઈમારતો બાંધવાના કામ ફરીથી ઝડપથી થઈ રહ્યા છે. બાંધકામને કારણે ઉડતી ધુળ વાતાવરણમાં ફેલાય છે અને મુંબઈ પ્રદૂષિત થાય છે. કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધુ હોય તો એ શ્વાસ દ્વારા શોષાય છે. લોહીમાં એનું સ્તર વધે તો આર્યન તૈયાર કરવાની ક્ષમતા ઓછી થાય છે.

ઓક્સિજનનું સ્તર ઓછુ થતા ચક્કર આવીને પડી જવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, બળતરા થવી, ડોકમાં દુખાવાની તકલીફ વધે છે. પ્રદૂષિત ધુમાડો, ધુળ ઉડતા રહે તો શ્વાસ લેવાની ક્ષમતા સહિત શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું થાય છે. સતત ઉંઘ આવવી, ઉદાસી વર્તાવી જેવી માનસિક તકલીફોમાં વધારો થાય છે. 2019માં દેશમાં પ્રદૂષણને કારણે 17,00,000 નાગરિકોના મૃત્યુ થયાનું લાન્સેંટ હેલ્થ જર્નલમાં નોંધેલું છે. દેશના 17 લાખ નાગરિકોના મૃત્યુની ટકાવારીમાં પ્રમાણ 17.8 છે. ભારતની લોકસંખ્યામાંથી એક ચતુર્થાંશ ભાગ પ્રદૂષણનો સામનો કરે છે. હવામાં પ્રદૂષિત ઘટકોમાં વધારો થવાની ઝડપ 42 ટકા છે. મુંબઈના વાયુ પ્રદૂષણમાં લગભગ એક તૃતીયાંશ પ્રદૂષણ શહેરની સીમાની બહારના ઘટકોને કારણે થાય છે.

બીકેસી, પનવેલ પ્રદૂષિત
અભ્યાસના અંતે પીએમ 2.5 (પાર્ટીક્યુલેટ મેટર પોલ્યુટંટ) કણોનું સ્તર સવારના સમયે સૌથી વધુ હોવાનું જણાયું હતું. બીકેસી, ચેંબુર, કુર્લા, ખારઘર, તળોજા, પનવેલ ખાતે હવા પ્રદૂષિત છે. આરોગ્ય ક્ષેત્રના જાણકારોને મતે પીએમ 2.5 ખૂબ સૂક્ષ્મ હોય છે. સહેલાઈથી ફેફસામાં જઈને શ્વાસ સાથે સંબંધિત રોગોનું કારણ બને છે. આ પ્રદૂષકોને કારણે વારંવાર ફેફસાનું ઈન્ફેક્શન, અસ્થમા, વૃદ્ધોમાં હ્રદયવિકાર જેવા રોગ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો